- ત્રણ ખાદ્ય પદાર્થના 40,107 નમૂના લેવાયા
- 2240 કિસ્સામાંથી 136 ક્રિમિનલ કેસ પણ માંડ 29ને સજા
- 2104 સિવિલ કેસમાંથી 1,438 સામે કેસ પુરવાર
આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે છે. જેમાં અમદાવાદમાં 3 વર્ષમાં ભેળસેળના 2240 કિસ્સામાંથી 136 ક્રિમિનલ કેસ પણ માંડ 29ને સજા થઇ છે. તંત્ર દંડ ફટકારીને સંતોષ માને છે. તેમજ 2104 સિવિલ કેસમાંથી 1,438 સામે કેસ પુરવાર થતાં દંડ વસૂલાયો છે. તથા બજારમાં અત્યારે ઓર્ગેનિક ફૂડના નામે પણ છેતરપિંડીનો ધંધો ચાલી રહ્યો છે.
2104 સિવિલ કેસમાંથી 1,438 સામે કેસ પુરવાર
સાતમી જૂને વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે મનાવાય છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ નંબરે આવતો હોવાનો દાવો કરાય છે, સુરક્ષિત ખાવાની પ્રેક્ટિસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. બીજી તરફ એવા કિસ્સા પણ સામે આવતાં હોય છે કે, કેરી, શેરડીના રસ વગેરેના લેવાતાં સેમ્પલના રિપોર્ટ સિઝન પૂરી થયા પછી આવતાં હોય છે, ગુણવત્તા વગરના, બિન સલામત ખાદ્ય પદાર્થને લગતાં કેસ થાય છે પણ મોટા ભાગના કિસ્સામાં નાનો અમથો દંડ વસૂલી તંત્ર સંતોષ માને છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસને સલામ, ટ્રાફિક પોલીસે બચાવ્યો યુવાનનો જીવ
ત્રણ ખાદ્ય પદાર્થના 40,107 નમૂના લેવાયા
ગુજરાતમાં વર્ષ 2019-20થી 2021-22 એટલે કે ત્રણ ખાદ્ય પદાર્થના 40,107 નમૂના લેવાયા હતા, જેમાંથી 2864 નમૂના અયોગ્ય હોવાનું સામે આવ્યું હતું, એકંદરે કુલ 2240 કેસ કરાયા હતા અને 1467 વ્યક્તિને સજા કે દંડ ફટકરવામાં આવ્યો હતો. આ અરસામાં ક્રિમિનલ કેસ માંડ 136 થયા છે, જેમાં માંડ 29 આરોપીને સજા થઈ હતી. બાકીના મોટા ભાગના 2104 સિવિલ કેસમાંથી 1438 સામે કેસ પુરવાર થતાં દંડ વસૂલાયો હતો. બજારમાં અત્યારે ઓર્ગેનિક ફૂડના નામે પણ છેતરપિંડીનો ધંધો ચાલી રહ્યો છે.