અંબાજીમાં કરાઈ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી ખાસ હાજરી
- આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંબાજીમાં કરાઈ
- રાજ્ય કક્ષાની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી રહ્યા હાજર
- આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મા અંબાના દર્શન કરી ‘વન કવચ’નું કર્યું લોકાર્પણ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંબાજીમાં રાજયકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંબાજીમાં પહોંચી માં અંબાના દર્શન કરીને વન કવચનું લોકાર્પણ કર્યું હતું. તે બાદ જાહેર સભા સ્થળે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. જ્યાં તેમણે 10 હજાર રોપાના વાવેતરનું રિમોર્ટ કંટ્રોલ દ્વારા ઉદ્ધાટન કર્યું હતું. તે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 10 હજાર રોપાના વાવેતરનું રિમોર્ટ કંટ્રોલ દ્વારા ઉદ્ધાટન કર્યું હતું. તેમજ સામાજીક વનીકરણ અને નર્સરીની માહિતીના QR કોડનું મુખ્યમંત્રીએ અનાવરણ કરી અમીરગઢ ખાતે બનાવેલ પવિત્ર વનનું તેમજ આંતરોલ થરાદ ખાતે બનાવેલ પંચવટી કેન્દ્રની રિમોર્ટ કંટ્રોલ દ્વારા મુખ્યમંત્રી લોકાર્પણ કર્યું હતું. તે બાદ વોટ્સએપ દ્વારા ઉધોગોનેCTECCA ના હુકમો આપવાની શરૂઆત થાય તે માટે તકતીનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું
જિલ્લો પાણીદાર થવા જઈ રહ્યો છે અને તમે શાંત રહો છો. તમારે ખૂટતું કશું બાકી ન રહે તે અમારી જોવાની જવાબદારી છે. તમારે ફક્ત માંગવાનું છે કે અમારે આટલું કરાવવું છે એટલે અમે કરી દઈશું. આજે અંબાજી માતાના ચરણોમાં પ્રાર્થના કરી કે ગુજરાત અને દેશ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં આગળ વધે. આપણી પાસે એક વિઝનરી જે આગળનું જોઈ શકે આગળ તકલીફ ન પડે તેવું માર્ગદર્શન આપે છે તેવા પ્રધાનમંત્રીના વિચારો દ્વારા આગળ વધીએ પર્યાવરણને આગળ કેવી રીતે વધારી શકીએ તેવો સુધારો આપણે કરવો રહ્યો. આજે પર્યાવરણ દિવસે તો વૃક્ષો વાવીએ છીએ પણ તેની જતન આપણે કરવી પડશે. ઉદ્યોગોમાં પણ પર્યાવરણની જાળવણી કરીને આગળ વધીએ તે પણ સરકાર જોઈ રહી છે. આજે દરેક જગ્યાએ વન ઉભા કરાઈ રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ પર્યાવરણ કેવી રીતે વધે તે આપણે કરી રહ્યા છીએ. ગ્રીન ગ્રોથમાં પ્રધાનમંત્રીએ બજેટમાં પણ પ્રાથમિકતા આપી છે. આજે દરિયાઈ જમીન માં ખારાશ ઘટે અને ત્યાં ગ્રીન કવરેજ વધે તે માટે આજે 75 જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છે. QR કોડનું આજે આપણે લોન્ચિંગ કર્યું છે તેનથી કયું વૃક્ષ આપણી નજીક છે તે જાણી શકાષે. વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સંકલ કરીયે કે વધુ વૃક્ષોનું વાવેતર કરીએ.
૮ જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ હાથ ધરી વૃક્ષારોપણ કરવાનું આયોજન
આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠાના ૮ જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ હાથ ધરી દરેક સ્થળે વૃક્ષારોપણ કરવાનું આયોજન છે.
પાંચ અલગ-અલગ સ્થળોએ વિશેષ ડોલ્ફિન શોનું પણ આયોજન
ઓખા, પોશિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી એમ પાંચ અલગ-અલગ સ્થળોએ વિશેષ ડોલ્ફિન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી પ્રસંગે સંસદ સભ્યઓ, ધારાસભ્યોઓ, સ્થાનિક મહાનુભાવો, વિવિધ NGO,માછીમારો સહિત સ્વયંસેવકો સહભાગી થશે.