ગુજરાતટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

વર્લ્ડ એનર્જી કોંગ્રેસ: IREDA રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજી પર ભાર મૂકશે

  • ભારત નવીનીકરણીય ઊર્જા સ્થાપિત ક્ષમતામાં વૈષવિક સ્તરે ચોથા ક્રમે
  • સીએમડીએ હરિયાળી અર્થવ્યવસ્થા માટે IREDAની સતત પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી
  • 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી

નેધરલેન્ડ, 26 એપ્રિલઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ કુમાર દાસે નેધરલેન્ડના રોટરડેમમાં વર્લ્ડ એનર્જી કોંગ્રેસની 26મી આવૃત્તિમાં “ધ ન્યૂ ઈન્ટરડિપેન્ડન્સીઝ ટ્રસ્ટ, સિક્યુરિટી એન્ડ ક્લાઈમેટ રેઝિલિયન્સ” પર પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચા દરમિયાન, IREDAના સીએમડીએ ઊર્જા સંક્રમણ તરફ ભારતની સફરની આંતરદૃષ્ટિ શેર કરી હતી. દેશમાં નવીનીકરણીય ઊર્જા અપનાવવા માટે IREDAની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

IREDAના સીએમડી શું કહ્યું ?
IREDAના સીએમડીએ કહ્યું કે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ-ફ્યુઅલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો ભારતનો મહત્વાકાંક્ષી ધ્યેય તેને જળવાયુ પરિવર્તન વિરૂદ્ધની વૈશ્વિક લડાઈમાં આશાના કિરણ તરીકે સ્થાન આપે છે. તેમણે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતાને પણ પ્રકાશિત કરી. નિર્દેશ કર્યો કે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં ઝડપી પ્રગતિની સાથે ભારત નવીનીકરણીય ઊર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે.

દેશની સૌથી મોટી પ્યોર-પ્લે ગ્રીન ફાઇનાન્સિંગ NBFC તરીકે, IREDA ઊર્જા સંક્રમણને ઝડપી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સીએમડીએ જોખમો ઘટાડવા અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે નવીન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા ઊર્જા સંક્રમણ પ્રોજેક્ટ્સ માટે ધિરાણની સુવિધામાં IREDAના પ્રયત્નો પર ભાર મૂક્યો હતો.

વર્લ્ડ એનર્જી કોંગ્રેસે શેના વિશે ચર્ચા કરી ?
વર્લ્ડ એનર્જી કોંગ્રેસ પેનલે હાલની વૈશ્વિક ઊર્જા કટોકટીની પણ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં સીએમડીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વૈવિધ્યકરણ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સાથે મજબૂત પાવર નેટવર્ક દ્વારા પ્રાદેશિક બજારોને એકીકૃત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે બોન્ડ માર્કેટને વધુ મજબૂત કરવા અને વધારાના વૈશ્વિક અને સ્થાનિક રોકાણો વધારવા માટે સ્થાનિક પેન્શન/વીમા ફંડમાંથી 4%-5% એસેટ અંડર મેનેજમેન્ટને રિન્યુએબલ એનર્જી બોન્ડમાં ફાળવવાના આદેશની પણ દરખાસ્ત કરી હતી. તમાં સીએમડીએ હરિયાળી અર્થવ્યવસ્થા માટે IREDAની સતત પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી. કંપની રોકાણને આકર્ષવાનું, તકનીકી પ્રગતિને પ્રોત્સાહન આપવાનું અને નીતિ સુધારણા માટેની હિમાયત કરે છે. સીએમડીએ જણાવ્યું હતું કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે,  IREDA એક સ્થાયી અને સુરક્ષિત ઊર્જા ભવિષ્યની દિશામાં માર્ગદર્શન કરતા સૌથી મોખરાના સ્થાને છે.

આ ચર્ચામાં કોણ કોણ હાજર રહ્યું હતું?
સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, યુરોપ અને હેડ ઓફ કન્ટ્રી, યુકે, બીપી, સુશ્રી લુઇસ કિંગહામ CBE; ગ્લોબલ એનર્જી એન્ડ રિસોર્સીસ સ્ટ્રેટેજી લીડર, EY, એન્ડી બ્રોગન અને એડમિનિસ્ટ્રેટર, પનામા કેનાલ ઓથોરિટી, રિકુઅર્ટે વાસ્ક્વેઝ મોરાલેસ 24મી એપ્રિલ, 2024ના રોજ યોજાયેલી “ધ ન્યૂ ઈન્ટરડિપેન્ડન્સીઝ: ટ્રસ્ટ, સિક્યુરિટી એન્ડ ક્લાઈમેટ રેઝિલિયન્સ” પર પેનલ ચર્ચામાં અન્ય સહભાગીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો.. ઘરે બેસીને ટિપ્પણી ન કરો, બહાર જઈને વોટ કરો: સુધા મૂર્તિ

Back to top button