ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ/ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે ભારતમાં જળપરિવર્તન અને સ્વચ્છતા અભિયાન અંગેના મુદ્દા રજૂ કર્યા

ગાંધીનગર, 24 જાન્યુઆરી, 2025 : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દાવોસ 2025માં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલએ ભારતમાં જળપરિવર્તન અને સ્વચ્છતા અભિયાન અંગે કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અંગે તેમનું મંતવ્ય રજૂ કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે દાવોસ ખાતે જળ અને સ્વચ્છતા પર વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા અને ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે તેની પ્રતિબદ્ધતાને રજૂ કરી હતી.

25 જાન્યુઆરીના રોજ સી.આર. પાટીલે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભારતના જળ અને સ્વચ્છતા અંગેના મુદ્દાઓને રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારત ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા, ગ્રામીણ સ્વચ્છતા અને નદીના કાયાકલ્પ સહિત વિશ્વના સૌથી મોટા કાર્યક્રમોનું અમલીકરણ કરી રહ્યું છે.

તેમણે જલ જીવન મિશનની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 15 કરોડ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવામાં આવ્યું છે. તેમણે સ્વચ્છ ભારત મિશનની પણ ચર્ચા કરી, જે અંતર્ગત 12 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી જાહેર આરોગ્ય અને વ્યક્તિઓના જીવનમાં સુધારો કર્યો છે. ઉપરાંત, તેમણે નમામી ગંગે મિશન વિશે વાત કરી, જે નદીના કાયાકલ્પ અને પર્યાવરણીય ટકાઉપણું માટે વૈશ્વિક ઉદાહરણ બની છે.

વધુમાં જણાવ્યું હતું કે જલ શક્તિ મંત્રાલયની રચના કરીને, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાણી સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે એક સંકલિત અભિગમ અપનાવ્યો છે. આ અભિગમ પાણી અને સ્વચ્છતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા તરફના ભારતના પ્રયાસોને હાઇલાઇટ કરે છે. આ કાર્યક્રમોએ લાખો લોકોના જીવનમાં સુધારો કર્યો છે, પાણીજન્ય રોગોમાં ઘટાડો કર્યો છે, અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપ્યું છે, જે અન્ય દેશો માટે એક પ્રેરણારૂપ બની રહેશે.

બ્લડ કેન્સરના દર્દીઓને મોટી ‘ભેટ’, નવી દવાને મંજૂરી, જાણો કયા સ્ટેજના દર્દીઓને ફાયદો થશે

દાવોસમાં ભારતની આ સિદ્ધિઓની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી. જળ અને સ્વચ્છતા સંબંધિત વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં ભારતની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. “વસુધૈવ કુટુમ્બકમ” ના સિદ્ધાંત હેઠળ વૈશ્વિક ભાગીદારી અને ટકાઉ વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી.

આ પણ વાંચો :અમૂલ દૂધના ભાવમાં ઘટાડો, ગ્રાહકોને રાહત, પ્રતિ લિટર 1 રૂપિયાનો ઘટાડો

ભગવા વસ્ત્ર અને રુદ્રાક્ષ પહેરીને મહાકુંભ પહોંચી મમતા કુલકર્ણી, લીધો સંન્યાસ

હોમ લોન લેતી વખતે રહેજો સાવધાન, બેન્ક આ રીતે કરે છે ચાલાકી

આ યોજનામાં મહિલાઓને મળી રહ્યું છે FD કરતા વધુ વ્યાજ, આ તારીખ સુધી લઈ શકો છો લાભ, જાણો સંપૂર્ણ વિગતો

શું તમે પણ વસિયતનામુ બનાવવાના છો, આના કરતાં પણ વધુ સારો વિકલ્પ છે, આવનારી પેઢી તમારા ગુણગાન ગાશે

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button