આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપઃ પીચ બદલવાનો BCCI ઉપર “અંગ્રેજ” આક્ષેપ, ભારતની સતત જીત ઈર્ષાનું કારણ બની!

Text To Speech

મુંબઈઃ ભારતમાં હાલ સફળતાપૂર્વક ચાલી રહેલી વર્લ્ડકપ ટુર્નામેન્ટ અને તેમાંય ટીમ ઈન્ડિયાની સતત જીત અંગ્રેજોને પસંદ પડી હોય એવું લાગતું નથી. ડેઈલી મેલ નામના એક બ્રિટિશ મીડિયાએ પ્રથમ સેમીફાઇનલ મેચ પહેલાં વાનખેડે સ્ટેડિયમની પીચ બદલવાનો આક્ષેપ કરતો અહેવાલ પ્રકાશિત કર્યો છે.

જોકે, બીસીસીઆઈ-એ પણ તત્કાળ જવાબ આપીને આ આક્ષેપ નકારી કાઢ્યો છે.

બ્રિટિશ મીડિયાએ તેના અહેવાલમાં જણાવ્યું કે, બીસીસીઆઈ-એ આઈસીસીની જાણકારી વિના જ સેમી ફાઈનલ પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચમાં ફેરફાર કરી દીધો, જેને કારણે સ્પીનરોને લાભ થાય. આ અહેવાલ દ્વારા બ્રિટિશ મીડિયાએ એવો ઈશારો કરવાનો પ્રયાસ કર્યો કે, પીચ બદલવાથી ભારતીય ટીમને લાભ થશે.

આ આક્ષેપ સામે બીસીસીઆઈના પ્રવક્તાએ કહ્યું કે, આઈસીસીના પીચ કન્સલ્ટન્ટ સતત ટુર્નામેન્ટના યજમાન દેશના સંપર્કમાં હોય છે અને પીચનું નિરીક્ષણ સાથે જ કરવામાં આવે છે.

નોંધપાત્ર છે કે, આજે છેલ્લી ઘડીએ પીચ બદલવાનો આક્ષેપ કરવામાં આવ્યો તે પહેલાં પણ વિદેશી મીડિયા દ્વારા એવા બિનસત્તાવાર અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે વાનખેડેની પીચના ઘાસમાં ફેરફાર કર્યો છે. બેંગલુરુમાં નેધરલેન્ડ સામેની મેચ બાદ આ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આશ્ચર્યજનક વાત એ છે કે, બ્રિટિશ મીડિયાએ મુંબઈના વાનખેડેની પીચ બદલવાના આક્ષેપની સાથે દુનિયાભરના ક્રિકેટ ચાહકોમાં એવી પણ આશંકા નાખી દીધી છે કે, ફાઇનલ મેચ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે તેની પીચમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ IND vs NZ: વર્લ્ડ કપમાં ભારત હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય હાર્યું નથી, આજે શું થશે ?

Back to top button