ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપની ફાઈનલથી એરલાઈન્સને મોટી કમાણી, ભાડામાં થયો ભારે વધારો

  • ભારત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાની સાથે જ અમદાવાદ જનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ તકનો લાભ લેવા માટે એરલાઈન્સે ભાડામાં વધારો કર્યો છે, આ ઉપરાંત ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો કર્યો છે.

World Cup 2023 Final: અમદાવાદમાં આવતી કાલે એટલે કે 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ મેચ છે. આ વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવથી ક્રિકેટ પ્રેમીઓ દુર-દુરથી અમદાવાદ મેચ જોવા આવી રહ્યા છે. આ વચ્ચે એરલાઈન્સે અમદાવાદ આવવાની ટિકિટના ભાવ એક દમ વધારી નાખ્યા છે. વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ જામવાની છે. આ જોવા માટે અમદાવાદ જનારાઓમાં હરીફાઈ જોવા મળી રહી છે. માંગ એટલી વધી ગઈ છે કે એરલાઈન્સને અમદાવાદ જતી ફ્લાઈટો વધારવી પડી છે. આ સાથે જ વધતી માંગને કારણે ભાડું દર મિનિટે વધી રહ્યું છે.

વર્લ્ડ કપ ફાઈનલના કારણે એરલાઇન્સને બીજી દિવાળી

તાજેતરમાં દિવાળી દરમિયાન નફો કરતી એરલાઈન્સ માટે આ વર્ષે બીજી દિવાળી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલના રૂપમાં આવી છે. ઈન્ડિગો અને વિસ્તારાએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે બે દિવસ માટે એક-એક ફ્લાઈટ વધારી છે. આ ઉપરાંત ઈન્ડિગોએ બેંગલુરુથી અમદાવાદ અને હૈદરાબાદથી અમદાવાદ વચ્ચેની ફ્લાઈટ્સ પણ વધારી છે.

ક્યાંથી અને કેટલું ભાડું

વિવિધ એરલાઈન્સ બુકિંગ પ્લેટફોર્મ મુજબ અમદાવાદની ફ્લાઈટ્સ ફુલ થઈ રહી છે. આજે એટલે કે 18 નવેમ્બરે મુંબઈથી અમદાવાદની 18 ફ્લાઈટ છે. આમાંથી અડધાથી વધુ ફ્લાઈટ ફુલ થઈ ગઈ છે. એરલાઈન્સ હવે ડાયરેક્ટ ફ્લાઈટ્સને બદલે દિલ્હી અને બેંગલુરુ જેવા અન્ય શહેરોથી ફ્લાઈટ ઉડાડવાની તૈયારી કરી રહી છે. દિલ્હીથી અમદાવાદનું ભાડું 14થી 39 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. મુંબઈના લોકોએ અમદાવાદ આવવા માટે 10 થી 32 હજાર રૂપિયા આપવા પડે છે. બેંગલુરુથી ભાડું રૂ. 27 થી 33 હજાર પહોંચ્યું છે, તો કોલકાતાથી અમદાવાદની ફ્લાઈટનો ખર્ચ 40 હજાર રૂપિયા થઈ ગયો છે.

અમદાવાદની ટિકિટ ન મળેતો વડોદરા

અમદાવાદને અડીને આવેલા જિલ્લા વડોદરા જનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. અહીંથી અમદાવાદ માત્ર 2 કલાકમાં પહોંચી શકાય છે. મુંબઈ અને દિલ્હીથી વડોદરાની ફ્લાઈટ પણ મોંઘી થઈ રહી છે. વર્લ્ડ કપ હોવાના કારણે ફ્લાઈટની માંગ વધી છે, આ જોતાં એરલાઇન્સે ભાડામાં વધારો કર્યો છે, આ ઉપરાંત માંગને પહોંચી વળવા વધુ વિમાનોની વ્યવસ્થા પણ કરી રહી છે. ઈન્ડિગો અને વિસ્તારા બાદ અન્ય એરલાઈન્સ પણ ટૂંક સમયમાં નવી ફ્લાઈટ્સની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો: વર્લ્ડકપ ફાઈનલ: ભારતીય રેલવે આજે દિલ્હીથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન દોડાવશે

Back to top button