વર્લ્ડકપ ફાઇનલ: મુંબઈ પોલીસે ખો આપી અને અમદાવાદ પોલીસે જવાબ આપ્યો
- વાનખેડે સ્ટેડિયમમાં સેમિફાઇનલ મેચમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે શાનદાર જીત
- અમદાવાદ પોલીસ, શું તમે વિજય રથનું સ્વાગત કરવા માટે તૈયાર છો ?: મુંબઈ પોલીસ
- ફાઇનલ મેચને લઈને અમદાબાદ પોલીસ તૈયાર છે : અમદાવાદ પોલીસ
WORLD CUP FINAL : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ભારતની ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત બાદ ફાઇનલ મેચને લઈને મુંબઈ પોલીસ દ્વારા અમદાવાદ પોલીસને ખો આપવામાં આવી અને અમદાવાદ પોલીસ દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ટ્વિટર પર અમદાવાદ પોલીસને ટેગ કરીને લખ્યું કે, “અમદાવાદ પોલીસ, શું તમે વિજય રથનું સ્વાગત કરવા માટે તૈયાર છો ? ” જેના જવાબમાં અમદાબાદ પોલીસે ટ્વિટ કરીને લખ્યું છે, “અમદાબાદ પોલીસ ફાઇનલ મેચને લઈને તૈયાર છે.”
हम तैयार हैं अहमदाबाद पुलिस https://t.co/GccEogaiKq
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 15, 2023
અમદાવાદમાં 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઇનલ મેચ
મુંબઈના વનખેડે સ્ટેડિયમમાં બુધવારે ODI વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ મેચ યોજાઇ હતી. જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આમને-સામને ટકરાઇ હતી. આ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવી શાનદાર જીત હાંસલ કરી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ( નરેન્દ્ર મોદી સ્ટેડીયમ)માં યોજવાની છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન મુંબઈ પોલીસ અને અમદાવાદ પોલીસ વચ્ચે મીઠી વાતચીત જોવા મળી હતી. જેમાં મુંબઈ પોલીસે અમદાવાદ પોલીસને ટેગ કરીને લખ્યું કે, “અમદાવાદ પોલીસ ભારતીય ટીમનું સ્વાગત કરવા માટે તૈયાર છે ?.” જેના જવાબમાં અમદાબાદ પોલીસે ટ્વિટ કરીને લખ્યું છે, “અમદાબાદ પોલીસ તૈયાર છે.”
આ પણ વાંચો :સેમીફાઇનલ મેચમાં ભારતની ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત, મોહમ્મદ શમીએ ઝડપી 7 વિકેટ