ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપ ફાઈનલ: ભારતીય રેલવે આજે દિલ્હીથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન દોડાવશે

Text To Speech
  • ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ જોવા જનારાઓ માટે સારા સમાચાર, ભારતીય રેલવે ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ માટે દિલ્હીથી ત્રણ વિશેષ ટ્રેનો દોડાવશે. મેચ પુરી થયા બાદ ફરી ટ્રેનો અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઇનલઃ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. મેચ જોવા માટે અનેક લોકો અમદાવાદ પહોંચી રહ્યા છે. ક્રિકેટ રશિકોને મેચ જોવા આવવા માટે તકલીફ ન પડે તે માટે ભારતીય રેલવેએ ક્રિકેટ પ્રેમીઓ માટે દિલ્હીથી વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે.

 

ક્રિકેટ રશિકોને મેચ જોવા આવવા જવાની પુરતી સુવિધા મળી રહે તે માટે ભારતીય રેલવે આજે દિલ્હીથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન દોડાવશે. ત્યાર બાદ મેચ પુરી થયા પછી ક્રિકેટ રશિકોને પાછા જવા માટે પણ ટ્રેન અમદાવાદથી દિલ્હી માટે બપોરે 2:30 વાગે રવાના થશે. ભારતીય રેલવેએ શનિવારે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ વચ્ચે આવી ત્રણ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જો આમ થશે તો ભારત અને ઓસ્ટ્રેલિયા બંને બનશે ચેમ્પિયન, વાંચો શું છે ICCનો નિયમ

Back to top button