ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડ કપ ફાઇનલ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોહિત-વિરાટના પરફોર્મન્સ પર સૌની નજર

Text To Speech
  • વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરના રોજ બપોરે 2 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત અને વિરાટનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ઘણું મહત્ત્વનું રહેશે.

World Cup 2023 Final: વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયામાં રમાશે. 19 નવેમ્બરે રમાનારી આ મેચ માટે બંને ટીમો તૈયાર છે. ભારતે પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં ભારત માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન ઘણું મહત્વનું રહેશે. જો રોહિત કે વિરાટ મેચમાં ટકી જશે તો ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી જશે.

જો રોહિત બરોબર નહીં રમે તો કોહલી મચાવશે ધૂમ

જો રોહિત મેચમાં શાંત રહેશે તો પાછળ કિંગ કોહલી મચાવશે ધૂમ. આમ તો બંને ખેલાડી પૂરેપૂરા ફોર્મમાં છે એટલે ટીમ ઈન્ડિયાને કંઈ વાંધો આવે એમ નથી. આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો વિરાટ ટૉપ પર છે. તેણે 10 મેચમાં 711 રન બનાવ્યા છે. જ્યારે રોહિત પાંચમા નંબર પર છે. તેણે 10 મેચમાં 550 રન બનાવ્યા છે. વિરાટે ત્રણ સદી ફટકારી છે. જ્યારે રોહિતે એક સદી ફટકારી છે.

ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું

ભારતે આ વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 116 બોલમાં 85 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે અણનમ 97 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને આ મેચમાં 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્લ્ડ કપ 2023માં રોહિતનું પ્રદર્શન

રોહિતની વાત કરીએ તો તેણે ટીમ ઈન્ડિયાને ઘણી મેચોમાં સારી શરૂઆત અપાવી છે. તેણે અફઘાનિસ્તાન સામે 131 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે 86 રનની ઇનિંગ રમ્યો હતો. બાંગ્લાદેશ સામે 48 રન અને ન્યુઝીલેન્ડ સામે 46 રન બનાવ્યા હતા. રોહિતે ઈંગ્લેન્ડ સામે 87 રન બનાવ્યા હતા. નેધરલેન્ડ સામે 61 રનની ઇનિંગ રમી હતી. તેણે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 47 રન બનાવ્યા હતા.

  • ફાયનલ મેચમાં ટીમ ઈન્ડિયામાં રોહિત, વિરાટ, રાહુલ પર વધારે આશા વ્યક્ત કરાઈ રહી છે.

આ પણ વાંચો: ધોની, ગાંગુલી, કપિલદેવનો સમન્વય છે રોહિત શર્મા! ટીમ ઈન્ડિયાના કૅપ્ટનની રસપ્રદ વાતો

Back to top button