T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યું : ભારતને 10 વિકેટે હરાવી ફાઈનલમાં પહોંચ્યું ઈંગ્લેન્ડ

એડિલેડ ખાતે T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઈનલ ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે માત આપી છે. ભારતને હરાવી  ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે  169 રનનાં લક્ષ્યનો પીછો કરતી ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં જ ટાર્ગેટ સુધી પહોંચી ગઈ હતી. ઈંગ્લેન્ડનાં ઓપનિંગ બેટરોએ ભારતીય બોલરો સામે 169 રનની ભાગીદારી કરી  છે. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલર અને એલેક્સ હેલ્સ વચ્ચે 170 રનની ભાગીદારી નોંધાઈ છે.  જોસ બટલરે 49 બોલમાં 80 રન ફટકાર્યા છે, જ્યારે એલેક્સ હેલ્સે 47 બોલમાં 86 રન બનાવ્યા છે. ભારત તરફથી કોઈ પણ બોલરને વિકેટની સફળતા મળી નહોતી. હવે ઈંગ્લેન્ડ રવિવારે પાકિસ્તાન સામે ફાઈનલ રમશે.

LIVE : IND 168/6 (20) CRR – 8.40

             ENG – 170/0 (20) CRR – 8.50

મેચની શરૂઆતમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતે 169 રનનો લક્ષ્ય ઈંગ્લેન્ડને આપી દીધો છે. ઊતાર-ચઢાવમાં રહેલી ભારતીય ટીમ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ફિફ્ટીને લીધે 168 રનનાં સ્કોર સુધી પહોંચી હતી.

આજે ફરી ભારતીય ઓપનર કે એલ રાહુલ અને રોહિત શર્માએ ખૂબ જ વહેલા તેમની વિકેટ ગુમાવી દીધી  હતી. પરંતુ, ભારતીય બેટર વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ફિફ્ટીની મદદથી ભારતનો સ્કોર 169 સુધી પહોંચ્યો હતો. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ભારત 150નાં સ્કોર સુધી પણ નહિં પહોંચી શકે, પરંતુ વિરાટ અને હાર્દિક વચ્ચે નોંધાયેલી 50 રનની ભાગીદારીથી ભારત આ સ્કોર સુધી પહોંચી ગયું હતું.

ભારતીય બેટિંગની વાત કરવામાં આવે તો કે એલ રાહુલ 5 બોલમાં માત્ર 5 રન બનાવી, જ્યારે રોહિત શર્મા 28 બોલમાં 27 રન બનાવીને આઉટ થઈ ગયા હતાં. બીજી તરફ સૂર્યાકુમાર યાદવ પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. સૂર્યાકુમારે 10 બોલમાં માત્ર 14 રન જ  બનાવ્યા હતા. આ સિવાય રિષભ પંત પણ 6 રન બનાવી રનઆઉટ થયો હતો. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને સૌથી વધુ 3 વિકેટ અને વોક્સ અને રાશિદે 1-1 વિકેટ ઝડપી હતી.

હાર્દિક પંડ્યાની  ધમાકેદાર ફિફ્ટી 

હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડ સામે તોફાની અડધી સદી ફટકારી હતી. પંડ્યાએ 33 બોલમાં 63 રન બનાવી ભારતની બેટિંગનો પાસો બદલ્યો હતો. હાર્દિક પંડ્યાએ 5 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 190.1 નાં સ્ટ્રાઈક રેટથી તોફાની ઈનિંગ રમી હતી.

વિરાટનાં નામે વધુ એક રેકોર્ડ 

વિરાટ કોહલીએ આ મેચમાં વધુ એક રેકોર્ડ પોતાને નામે કર્યો છે, વિરાટે તેની ફિફ્ટી સાથે T20 આંતરરાષ્ટ્રીય 4000 રન પૂરા કર્યા છે. વિરાટે આ મેચમાં તેની વધુુ એક ફિફ્ટી મારી હતી. વિરાટે 40 બોલમાં 50 રન બનાવ્યાં હતા. વિરાટે 125.00 નાં સ્ટ્રાઈક રેટથી 1 છગ્ગો અને 4 ચોગ્ગા ફટકારી તેની અડધી સદી પૂરી કરી હતી.

બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન

ભારત : કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટ કીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડ : જોસ બટલર (કેપ્ટન/વિકેટ કીપર), એલેક્સ હેલ્સ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક,  ફિલિપ સોલ્ટ,  લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, ક્રિસ જોર્ડન

સેમીફાઈનલ મેચ હોવાથી આ મેચ બંને ટીમ માટે નોકઆઉટ મેચ રહેશે. આ મેચમાંથી જે ટીમ સેમફાઈનલમાં જીતશે તે આગામી ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ  ફેરફાર કર્યા નથી. એક ફેક્ટ મુજબ એડિલેડ સ્ટેડિયમમાં ટોસ જીતનારી ટીમ હજી સુધી મેચ જીતી શકી નથી.

જીતનારી ટીમ પાકિસ્તાન સામે ફાઈનલમાં ટકરાશે

અત્રે ઊલ્લેખનીય છે કે ગઈકાલે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવી ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું છે.તેથી હવે આ મેચમાં જીતનારી ટીમ આ રવિવારે, 13 નવેમ્બરે મેલર્બન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલમાં ટકરાશે.જો ભારત આ મેચ જીતે તો 2007 બાદ ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાય શકે છે.

આ મેચમાં વરસાદની કોઈ શક્યતાઓ નહિં

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે એડિલેડમાં હળવો વરસાદ પડી શકે છે. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જો કે મેચ સાંજે રમાશે અને તે સમયે વરસાદની કોઈ શક્યતા નથી.તેથી આ મેચમાં વરસાદની કોઈ શક્યાતાઓ નથી.

પિચ રિપોર્ટ

એડિલેડ પીચ પર બેટિંગ કરવી સરળ નથી. આ વિકેટ પર બીજી બેટિંગ કરતાં જીત મેળવવી મુશ્કેલ છે.  તેથી, જે કેપ્ટન ટોસ જીતે છે તે કદાચ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

Back to top button