ટોપ ન્યૂઝવર્લ્ડ કપસ્પોર્ટસ

World Cup 2023 : સેમિ ફાઈનલ કે ફાઈનલમાં મેચ ટાઈ થાય તો શું થશે ? જાણો નિયમ

ICC ODI વર્લ્ડ કપ 2023, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેણે રોમાંચક મેચો સાથે સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પરંતુ અત્યાર સુધી ચાહકોને એક વાતનો અફસોસ છે કે એકપણ મેચ ટાઈ નથી થઈ અને સુપર ઓવરનો રોમાંચ જોવા મળ્યો નથી. પરંતુ ચાહકો હજુ પણ આ ODI વર્લ્ડ કપમાં મેચ વિનિંગ રન બનાવવા અથવા છેલ્લી ઓવર કે છેલ્લા બોલ પર મેચ ટાઈ કરવાના રોમાંચની રાહ જોઈ રહ્યા છે. જો મેચ ટાઈ થાય છે અને પછી સુપર ઓવર થાય છે, તો ચાહકોને ગત વખતની જેમ બાઉન્ડ્રી કાઉન્ટ જેવો વિવાદાસ્પદ નિયમ જોવા નહીં મળે.

ગત વર્લ્ડ કપની ફાઈનલ ઘણી રોમાંચક હતી

છેલ્લા એટલે કે 2019 ODI વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલ ખૂબ જ રોમાંચક હતી. ગત વર્લ્ડ કપની ફાઈનલ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. લંડનના લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલ મેચ ટાઈ રહી હતી. આ પછી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. ODI ક્રિકેટ ઈતિહાસમાં આ પ્રથમ સુપર ઓવર પણ હતી. વર્લ્ડ કપ 2019ની ફાઈનલ બાદ વન-ડે ઈન્ટરનેશનલમાં 2 વધુ મેચ ટાઈ થઈ હતી, જેમાં સુપર ઓવર કરવામાં આવી હતી. પરંતુ સુપર ઓવરમાં પણ ઉત્તેજના છોડી ન હતી. બંને ટીમો વચ્ચે સુપર ઓવર પણ ટાઈ થઈ હતી. આ પછી, બાઉન્ડ્રી કાઉન્ટના નિયમ અનુસાર યજમાન ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

ટુર્નામેન્ટ બાદ નિયમ હટાવી દેવાયો હતો

ઉલ્લેખનીય છે કે, આ નિયમ તે સમયે ઘણો વિવાદાસ્પદ હતો. જેને ઓક્ટોબર 2019માં હટાવી દેવામાં આવ્યો હતો. એટલે કે આ વખતે જો વર્લ્ડ કપની ફાઈનલ મેચ અને પછી સુપર ઓવર ટાઈ થાય તો બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ લાગુ નહીં થાય. આવી સ્થિતિમાં ચાહકોમાં આ સવાલ ચોક્કસ ઉઠશે કે જો ગત વર્લ્ડ કપ જેવું જ સમીકરણ આ વખતે પણ સર્જાય અને ફાઈનલ મેચ અને પછી સુપર ઓવર પણ ટાઈ થઈ જાય તો શું થશે? વિજેતા કેવી રીતે જાહેર થશે? ચાલો તેના વિશે જાણીએ.

આ વખતે ચાહકોને ડબલ રોમાંચ મળી શકે છે

ચાહકોને જણાવી દઈએ કે જો વર્લ્ડ કપની કોઈપણ સેમીફાઈનલ કે ફાઈનલ મેચ ટાઈ થાય છે તો તેમાં સુપર ઓવર કરવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થાય છે, તો તે સ્થિતિમાં ફરીથી સુપર ઓવર કરવામાં આવશે. જ્યાં સુધી એક ટીમ જીતે નહીં ત્યાં સુધી આ સુપર ઓવર ચાલુ રહેશે. આ રીતે જો આ વખતે નોકઆઉટ તબક્કામાં કોઈપણ મેચ ટાઈ થશે તો ચાહકોને બમણો રોમાંચ મળશે.

વર્લ્ડ કપમાં સેમિફાઇનલ સમીકરણ

પ્રથમ સેમિફાઇનલ

ભારત Vs ન્યુઝીલેન્ડ – મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) – 15 નવેમ્બર

બીજી સેમિફાઇનલ

દક્ષિણ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા – કોલકાતા (ઇડન ગાર્ડન્સ) – 16 નવેમ્બર

Back to top button