ટ્રેન્ડિંગસ્પોર્ટસ

વસીમ જાફરે જાહેર કરી પોતાની World Cup 2023 માટે ટીમ; વિરાટને બદલે રોહિતને આપી મોટી જવાબદારી

Text To Speech

World Cup 2023 :  આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 આયોજીત થનાર છે. ત્યારે તેના માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભારત ઓક્ટોબર-નવેમ્બર 2023માં 50-ઓવરના ફોર્મેટની સૌથી મોટી ટૂર્નામેન્ટની 13મી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે. 46 દિવસ ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 10 સ્થળો પર મેચો રમાશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 2019 વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું આયોજન કરશે. યજમાન ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં પાંચ વખતના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.

કેપ્ટન રોહિત શર્મા હશે

વસીમ જાફરે પોતાની ટીમમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા હશે જયારે ત્રણ ઓપનર્સને સ્થાન આપ્યું છે. જેમાં રોહિત શર્મા, શિખર ધવન અને શુભમન ગિલ છે.

World Cup 2023-humdekhengenews

શિખર ધવનને પણ આપ્યું સ્થાન

જયારે ત્રણ ઓપનર્સને સ્થાન આપ્યું છે.ત્યારે જેમાં શિખર ધવનનું નામ સામેલ કરતા વસીમ જાફરે કહ્યું કે BCCI ભલે શિખર ધવનની પસંદગી ન કરે, પરંતુ હું શિખર ધવનને મારી ટીમમાં બેકઅપ ઓપનર તરીકે રાખીશ.

મિડલ ઓડર અને સ્પિનરને લઈને પણ કહ્યું કે……

વસીમ જાફરે પોતાની ટીમમાં મિડલ ઓડર અને સ્પિનરને લઈને પણ કહ્યું કે મારી ટીમમાં ત્રીજા નંબરે વિરાટ કોહલી રમશે. શ્રેયસ અય્યર નંબર 4 પર, કેએલ રાહુલ નંબર 5 અને હાર્દિક પંડ્યા નંબર 6 પર રમશે. જે બાદ મારા ત્રણ સ્પિનર રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ રમશે.

બોલિંગ ડીપાર્ટમેન્ટ છે મજબુત

વસીમ જાફરે કહ્યું કે, વર્લ્ડકપની મારી ટીમમાં જસપ્રીત બુમરાહ, શમી અને સિરાઝ હશે. હું પ્લેઈંગ ઈલેવનમાં 2 ઝડપી બોલરને પસંદ કરીશ. જેમાં સિરાઝ અને બુમરાહ મારા માટે મહત્વપૂર્ણ છે. હાર્દિક પંડ્યા પણ બોલિંગ કરશે. કારણે કે, વર્લ્ડકપ ભારતમાં રમાશે. આ ઉપરાંત હું 3 સ્પિનરને મારી ટીમમાં સ્થાન આપીશ.

વસીમ જાફરની ટીમ

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, સંજૂ સેમસન (રિઝર્વ વિકેટકીપર) અને શાર્દુલ ઠાકુર.

આ પણ વાંચો : Bangladesh : હરમનપ્રીત કૌર અમ્પાયર પર થઇ ગુસ્સે, ICCએ ફટકાર્યો દંડ

Back to top button