ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

World Cup 2023 : ભારતની વિજયી શરૂઆત,કે એલ રાહુલના 97 રન

Text To Speech

IND VS AUS : આજે વર્લ્ડ-કપની 5 મી મેચમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઇન્ડીયાએ ઓસ્ટ્રેલિયાએ સામે જીત મેળવી છે.જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.જેમાં ભારતે 6 વિકેટે જીત મેળવી છે.

ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને આપ્યો હતો 200 રનનો ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

વિરાટ અને રાહુલનું શાનદાર પ્રદર્શન

ભારતે 200 રનનો ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા સામે ભારતે 2 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી.ત્યાર બાદ વિરાટ કોહલી અને કે એલ રાહુલએ ભારતને વિજય આપવ્યો હતો.જેમાં વિરાટ કોહલીએ 6 ચોક્કાની મદદથી 116 બોલમાં 85 રન કર્યા હતા. જયારે કે એલ રાહુલએ 97 રન ફટકાર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ભારતીય ઓપનરનું નિરાશાજનક પ્રદર્શન

ભારતીય ઓપનર ઇશાન કિશન પહેલા બોલ પર જયારે કેપ્ટન રોહિત શર્મા પણ 0 રન બનાવીને આઉટ થઇ ગયા હતા.

ભારતની 2 રન પર ત્રણ વિકેટ ગુમાવી

ભારતે 200 રનનો ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા સામે ભારતના ઓપનર તદન નિષ્ફળ રહ્યા હતા.જેમાં ભારતની 2 રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

મિશેલ માર્શએ છોડ્યો વિરાટનો કેચ

આઠમી ઓવરના ત્રીજા બોલે જોશ હેઝલવુડના બોલ પર શોટ ફટકારવાની કોશિશમાં બોલ હવામાં જતા મિશેલ માર્શએ વિરાટનો કેચ છોડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

વિરાટ કોહલીનો શાનદાર કેચ

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ભારતની વિકેટ

પહેલી વિકેટ 2-1 (ઇશાન કિશન, 0.4)

બીજી વિકેટ 2-2 ( રોહિત શર્મા, 1.3)

ત્રીજી વિકેટ 2-3 (શ્રેયસ ઐયર, 1.6)

ચોથી વિકેટ 167-4 (વિરાટ કોહલી, 37.4)

Back to top button