World Cup 2023 : ભારત અને પાકિસ્તાન મેચની તારીખને લઈને મોટો ફેરફાર,હવે આ તારીખે રમાશે મેચ
World Cup 2023 : ભારત અને પાકિસ્તાન મેચને ક્રિકેટપ્રેમીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.આ વર્લ્ડ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આમાં ભારત અને પાકિસ્તાન મેચને લઈને તારીખને લઈને ચર્ચા ચાલી રહી હતી.હવે આ મેચ 15 ઓક્ટોમ્બર ના બદલે હવે 14 ઓક્ટોમ્બરના રોજ રમાશે.
અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમાશે આ મેચ
ભારત અને પાકિસ્તાન મેચને એવું પણ માનવામાં આવી રહ્યું હતું છે કે ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ એ. અટકળોની આંધી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.
કેમ બદલવામાં આવી તારીખ
World Cup 2023ને લઈને ક્રિકેટ બોર્ડ દ્વારા શેડ્યૂલ જારી કરવામાં આવ્યું હતું.આ મુજબ એ 15 ઓક્ટોબરે આ મેચ રમાશે.પરતું આ મેચ 15 ઓક્ટોબરે એટલે નવરાત્રીનો પહેલો દિવસ હોવાથી iccએ bcci ને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર માટે ભલામણ કરી હતી.ત્યારબાદ આ ભારત અને પાકિસ્તાન મેચની તારીખ બદલવા માટે બેઠક કરવામાં આવી હતી.પરિણામે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે.જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે અમદાવાદમા જ રમાશે.
Pakistan's re-scheduled matches in World Cup 2023 [RevSportz]:
Oct 6 – PAK vs NED in Hyderabad.
Oct 10 – PAK vs SL in Hyderabad.
Oct 14 – PAK vs IND in Ahmedabad. pic.twitter.com/v9Yk6r9jx1— Johns. (@CricCrazyJohns) August 1, 2023
મેચો માટે ટિકિટનું બુકીંગ કયારથી શરૂ થશે?
BCCIએ બધા સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને ટિકિટનો ભાવ નક્કી કરીને મોકલવા માટે ડેડલાઇન આપી છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મોટાભાગના સ્ટેટ ક્રિકેટ એસોસિએશને આ માટેનું ફાઇનલ પ્રાઇસ લિસ્ટ મોકલી આપ્યું છે. 10 ઓગસ્ટથી ટિકિટ બુકીંગ શરૂ થઈ શકે છે. ટિકિટ ઓનલાઇન બુક કર્યા બાદ ફિઝિકલ સેન્ટર પરથી કલેક્ટ કરવાની રહેશે. તેનું કારણ એ છે કે, વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં એન્ટ્રી માટે ફિઝિકલ ટિકિટ હોવી ફરજિયાત છે, તે સિવાય એન્ટ્રી નહીં મળે.
ભારતીય ટીમનું સંપૂર્ણ સમયપત્રક
8 ઑક્ટોબર vs ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
11 ઓક્ટોબર vsઅફઘાનિસ્તાન દિલ્હી
14 ઓક્ટોબર vs પાકિસ્તાન, અમદાવાદ
19 ઓક્ટોબર vs બાંગ્લાદેશ, પુણે
22 ઓક્ટોબર vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
29 ઓક્ટોબર vsઈંગ્લેન્ડ, લખનૌ
2 નવેમ્બર vs નેધરલેન્ડ 2, મુંબઈ
5 નવેમ્બર vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા
11 નવેમ્બર vs શ્રીલંકા , બેંગલુરુ
આ પણ વાંચો : શું તમને ખબર છે તમારા ફેવરેટ પ્લયેરનું બેટ કયા લાકડાંમાંથી બને છે..?