વર્લ્ડ કપ 2023 : બાંગ્લાદેશે ટોસ જીતીને અફઘાનિસ્તાન સામે બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
- હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપની ત્રીજી મેચ
ક્રિકેટ વર્લ્ડકપ 2023નો પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે શનિવારે(7 ઓક્ટોબરે)વર્લ્ડ કપની ત્રીજી મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમવાની છે. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. આજે વર્લ્ડ કપમાં બે મેચ રમાનાર છે જેમાં પહેલી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે ધર્મશાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે બે વાર ટક્કર થઈ હતી જેમાં બાંગ્લાદેશે બંને મેચમાં અફઘાનિસ્તાન હરાવ્યું છે.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવનની ટીમ
અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન ટીમમાં શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), તનજીદ હસન, લિટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, મેહદી હસન મિરાજ, તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવનની ટીમ
બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન ટીમમાં હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, રહેમત શાહ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ભારતની સદી