T-20 વર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પહેલાં દિવસે જ ચાખ્યો હારનો સ્વાદ : ન્યૂઝીલેન્ડે 89 રને હારાવ્યું

Text To Speech

T20 વર્લ્ડ કપમાં સુપર-12ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 89 રનથી હાર આપી છે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પહેલી મેચમાં જ હારનો સ્વાદ ચાખી લીધો છે. ન્યુઝીલેન્ડની શરૂઆત તોફાની રહી હતી. ઓપનર ફિન એલન અને કોનવેએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં 25 બોલમાં 56 રન જોડ્યા હતા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા, જેમાં ઓપનર ડેવોન કોનવેએ સૌથી વધુ 92 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, ફિન એલને પણ 16 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન કેન વિલિયમસને 23 રન, ગ્લેન ફિલિપ્સે 12 રન અને જેમ્સ નીશમે 26 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 2 અને એડમ ઝમ્પાએ 1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : ભારત-પાક મેચ નહિ થાય તો થશે 581 કરોડનું નુકસાન : આવતીકાલે મેલબોર્નમાં 80% વરસાદની આશંકા

લક્ષનો પીછો કરતી ઓસ્ટ્રેલિયાનો દાવ 17.1 ઓવરમાં 111 રનમાં જ ઓલઆઉટ થઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડ તરઉથી ટિમ સાઉથી અને મિચ સેન્ટનરે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા.

AUS vs NZ -Hum Dekhenge News

ઓસ્ટ્રેલિયાનો ફ્લોપ બેટિંગ ઓર્ડર

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ કરવા ઊતરેલાં ઓપનર પર ડેવિડ વોર્નર આ મેચમાં કંઈ ખાસ ઇનિંગ રમી શક્યો નહોતો. તેણે 5 રનના સ્કોર પર જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ સિવાય ખતરનાક બેટર એરોન ફિન્ચ પણ 13 રન બનાવીને મિચેલ સેન્ટનરના બોલ પર કેપ્ટન વિલિયમસનના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી મિશેલ માર્શ પણ ખાસ કંઈ કરી શક્યો નહીં અને 12 બોલમાં 16 રન બનાવીને સાઉદીની બોલ પર જેમ્સ નીશમના હાથે કેચ આઉટ થયો.જો કે ગ્લેન મેક્સવેલ 20 બોલમાં 28 રન બનાવીને ઓસ્ટ્રેલિયાની લાજ રાખી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે  ગયા વર્ષની ફાઈનલમાં મળેલી હારનો બદલો ન્યુઝીલેન્ડે લઈ લીધો છે. આ જીત સાથે ન્યુઝીલેન્ડે ગત વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો હિસાબ સાફ કરી લીધો છે. ગયા વર્ષે દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ કિવી ટીમને 8 વિકેટે હરાવ્યું હતું.

Back to top button