ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડહેલ્થ

world BreastFeeding Week આજથી શરૂઃ શું છે બ્રેસ્ટફીડિંગના ફાયદા?

  • દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક
  • આ વર્ષે 120થી વધુ દેશો છે ઉજવણીમાં સામેલ
  • બ્રેસ્ટફીડિંગના ફાયદા માટે લોકોને જાગૃત કરવાનો ઉદ્દેશ

દુનિયાભરમાં દર વર્ષે 1 ઓગસ્ટથી લઇને 7 ઓગસ્ટ સુધી વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક (world BreastFeeding Week)ઉજવવામાં આવે છે. આ અઠવાડિયુ લોકોને બ્રેસ્ટફીડિંગના ફાયદા અને જરૂરિયાત પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ સાથે મનાવવામાં આવે છે. આ વર્ષે યોજાનાર આ વાર્ષિક ઉત્સવમાં ભારત સહિત અન્ય 120થી વધુ દેશ ભાગ લઇ રહ્યા છે. જાણો ક્યારે અને સૌથી પહેલા કેવી રીતે થઇ વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક ઉજવવાની શરૂઆત?

world BreastFeeding Week આજથી શરૂઃ જાણો શું છે બ્રેસ્ટફીડિંગના ફાયદા? hum dekhenge news

વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીકનો ઇતિહાસ

વર્ષ 1991માં બ્રેસ્ટ ફીડિંગને સમર્થન અને પ્રોત્સાહન આપવાના હેતુથી વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટફીડિંગ એક્શનની રચના કરવામાં આવી હતી. શરૂઆતના નિર્ણયમાં બ્રેસ્ટફીડિંગને એક ખાસ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ તેના ઉદ્દેશ્ય અને મહત્ત્વને સમજતા બાદમાં નિર્ણય લેવાયો કે તેને એક ખાસ દિવસના બદલે આખુ અઠવાડિયુ મનાવવામાં આવે. ત્યારબાદ વર્ષ 1992માં દુનિયામાં પહેલી વખત બ્રેસ્ટ ફીડિંગ વીક મનાવવામાં આવ્યુ. હવે દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક મનાવાય છે.

બ્રેસ્ટ ફિડિંગના ફાયદા માતા અને બાળક બંને માટે છે

જે માતા બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, તે તેના બાળકની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જોકે માતા પોતાની જાતને ઘણી મોટી બીમારીઓથી પણ બચાવે છે. એટલું જ નહીં, માતામાં બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન હેપ્પી હોર્મોન્સ પણ રીલીઝ થાય છે, જેનાથી તે માનસિક રીતે સારું અનુભવે છે. સ્તનપાન એ માતા અને બાળક વચ્ચેની સૌથી ભાવનાત્મક અને સ્વસ્થ પ્રવૃત્તિ છે. જેના માત્ર ફાયદા છે, કોઇ ગેરફાયદા નથી.

હેપ્પી હોર્મોન માટે બ્રેસ્ટ ફીડ

બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન પ્રોલેક્ટીન હોર્મોન રિલિઝ થાય છે, જે હેપ્પી હોર્મોનની શ્રેણીમાં આવે છે. પ્રોલેક્ટીન હોર્મોનથી હળવાશની લાગણી છે. સ્તનપાનમાં ઓક્સીટોસિન હોર્મોન પણ બહાર આવે છે, જે બાળક અને માતા વચ્ચે પ્રેમની ભાવના વધારે છે અને મજબૂત બંધન બનાવે છે.

world BreastFeeding Week આજથી શરૂઃ જાણો શું છે બ્રેસ્ટફીડિંગના ફાયદા? hum dekhenge news

વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ

બાળક થયા પછી, સ્ત્રી વજન ઘટાડવાની સૌથી વધુ ચિંતા કરે છે. જો તમે સગર્ભાવસ્થા દરમિયાન 10-15 કિલોના વધેલા વજનને ઘટાડવા માંગતા હોવ તો બ્રેસ્ટફીડિંગ એ પ્રથમ પગલું છે. બ્રેસ્ટફીડિંગથી માતાની કેલરી બર્ન થાય છે અને વજન ઘટે છે.

કેન્સરનું જોખમ ઘટે છે

ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે, જે મહિલાઓ બાળકોને બ્રેસ્ટફીડિંગ કરાવે છે તેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ ઘટી જાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, બીપી અને હાર્ટ સંબંધિત બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનથી બચાવો

બાળક થયા પછી ઘણી સ્ત્રીઓને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન આવવાની શકત્યતા હોય છે અને સંશોધન દર્શાવે છે કે જો તે બાળકને ફિડિંગ કરાવે છે, તો ડિપ્રેશન ઘટે છે. માતા અને બાળકનું બોન્ડિંગ સારું બને છે .

બાળકોમાં ઇન્ફેક્શનનો ખતરો ઘટે છે

બાળકોને ઉપરનું દુધ પીવડાવવાથી ઇન્ફેક્શન થવાનો ડર સૌથી વધુ હોય છે, જોકે બ્રેસ્ટફીડિંગ કરતા બાળકને આ ડર શુન્ય થઇ જાય છે. બાળકોને કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન થતુ નથી અને તેનો ખતરો રહેતો નથી. બાળકોને માતાના દુધથી પેટમાં ઇન્ફેક્શન પણ થતુ નથી. બાળકોની ઇમ્યુનિટી મજબૂત બને છે.

આ પણ વાંચોઃ હવે એક ક્લિક પર ખબર પડશે દવા નકલી છે કે અસલી, દવાઓ પર હશે QR કોડ

Back to top button