- ભારતીય અર્થવ્યવસ્થા હરણફાળ ગતિએ આગળ વધી રહી છે : વર્લ્ડ બેંક
- નાણાંકીય વર્ષ 2023-2024માં દેશનો વિકાસ દર 6.3% રહેશે
વર્લ્ડ બેંક( આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા ) દ્વારા મંગળવારે(3 ઓક્ટોબરે) ભારત અંગે મહત્વનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વર્લ્ડ બેંક દ્વારા નાણાંકીય વર્ષ 2023-24માં ભારતનો વિકાસ દર (Growth rate) 6.3 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. વર્લ્ડ બેંકે ભારતીય અર્થતંત્રની હરણફાળ ગતિ અંગેનો અહેવાલ રજુ કર્યો છે. જેમાં 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 6.4 ટકા રહેવાનો વર્લ્ડ બેંકે અંદાજ આપ્યો છે. વૈશ્વિક સમસ્યાઓ છતાં ભારતીય અર્થતંત્ર પર વર્લ્ડ બેંકે વિશ્વાસ યથાવત રાખ્યો છે.
ભારતના અર્થતંત્ર વિશે શું જણાવ્યું વર્લ્ડ બેંકે ?
વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્રનો વિકાસ દર આગામી 2 વર્ષની અંદર એટલે કે 2023-24માં 6.4 ટકા રહેવાનો તેમજ 2024-25માં 6.5 ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે. રિપોર્ટ મુજબ દેશનું સર્વિસ સેક્ટર ઊંચી ઉડાન ભરશે અને તે 7.4 ટકાના વિકાસ દરે આગળ વધી શકે છે. ભારતમાં ગત 5 વર્ષના મુકાબલે આ વર્ષે ચોમાસાની સ્થિતિ નબળી રહી હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે એગ્રીકલ્ચર સેક્ટર પર ખરાબ પ્રભાવ પડ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાદ્ય ફુગાવોમાં વધારો થયો છે. જોકે વર્લ્ડ બેંકે આવનારા કેટલાક મહિનાઓમાં ખાદ્ય ફુગાવામાં ઘટાડો થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જેમાં વર્લ્ડ બેકે નાણાકીય વર્ષ 2023-24 અર્થાત ૧ એપ્રિલ 2023થી 31 માર્ચ ૨૦૨૪ સુધીમાં 6.3 ટકાનો વિકાસ દર રહેવાનું અને 2023-24નું વર્ષ અર્થાત ૧ જાન્યુઆરી 2023થી 31 ડીસેમ્બર 2023 સુધીમાં 6.4 ટકાનો વિકાસ દર રહેવાનું અનુમાન લગાવ્યું છે.
જાન્યુઆરીથી માર્ચમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.8 ટકા
ભારતના પ્રથમ ક્વાર્ટર અર્થાત જાન્યુઆરીથી માર્ચ મહિનાના ડેટા જાહેર થયા બાદ વર્લ્ડ બેંકનો રિપોર્ટ જાહેર થયો છે. સરકારના અંદાજ મુજબ ભારતીય અર્થતંત્રનો વિકાસ દર વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 7.8 ટકાની ઝડપી ગતિએ આગળ વધી રહ્યો હતો, જોકે અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ વિકાસ દર 7.7 ટકાથી વધુ હતો, જે રિઝર્વ બેંકના 8 ટકાના અનુમાનથી ઓછો હતો. દરમિયાન વર્લ્ડ બેંકના નવા રિપોર્ટમાં ભારતીય અર્થતંત્રના વિકાસ દર અંગેનું અનુમાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંદાજથી 20 બેસિસ પોઈન્ટ ઓછું છે.
આ પણ જાણો:ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ કરી હાંસલ