સમગ્ર વિશ્વમાં પ્રાણીઓના કલ્યાણના ધોરણોને સુધારવા અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 4 ઓક્ટોબરે વિશ્વ પશુ દિવસ એટલે કે World Animal Welfare Day ઉજવવામાં આવે છે. વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી એ પ્રાણી કલ્યાણ માટે ઉજવાતો ખૂબ જ મહત્વનો દિવસ છે. આ એક એવી ચળવળ છે કે જે વૈશ્વિક દેશોને વિશ્વને તમામ પ્રાણીઓ માટે વધુ સારું સ્થાન બનાવવા માટે દબાણ કરે છે.
વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસનો ઇતિહાસ અને તેનું મહત્વ
- ઇકોલોજીના આશ્રયદાતા સંત એસિસીના ફ્રાન્સિસના જન્મદિવસની યાદમાં વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ ઉજવવામાં આવે છે.
- 24 માર્ચ, 1925 ના રોજ પ્રાણી સંરક્ષણ કાર્યકર્તા હેનરિક ઝિમરમેન દ્વારા પ્રથમ વખત આ દિવસ મનાવવામાં આવ્યો હતો.
- જર્મન લેખક અને કાર્યકર્તા હેનરિચ ઝિમરમેન દ્વારા 1925 માં બર્લિન, જર્મનીમાં વિશ્વ પ્રાણી દિવસનું સૌપ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું.
- 1931માં, ઝિમરમેને ઈટાલીના ફ્લોરેન્સ ખાતેના ઈન્ટરનેશનલ એનિમલ પ્રોટેક્શન કોંગ્રેસમાં આ દિવસને સાર્વત્રિક રીતે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો.
- હાલમાં આ દિવસની ઉજવણી યુકે સ્થિત પ્રાણી કલ્યાણ ચેરિટી અને નેચરવોચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.
- નેચરવોચ ફાઉન્ડેશને 2003માં સૌપ્રથમ વિશ્વ પશુ દિવસની વેબસાઇટ શરૂ કરી હતી, જેમાં વિશ્વ પશુ દિવસના દિવસે અને તેની આસપાસ થતી વૈશ્વિક વિશ્વ પશુ દિવસની ઘટનાઓની યાદી છે.
વિશ્વ પશુ કલ્યાણ દિવસનું મહત્વ
- વિશ્વ પશુ દિવસનો ઉદ્દેશ્ય પ્રાણીઓ માટે બચાવ આશ્રયસ્થાનો સુનિશ્ચિત કરવા, ભંડોળ એકત્ર કરવા, પ્રાણી કલ્યાણ કાર્યક્રમો શરૂ કરવા અને પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે, જે ધોરણોને વધારવામાં મદદ કરશે અને પ્રાણીઓના જીવનની વધુ સારી પરિસ્થિતિઓ પ્રદાન કરશે.
- આ દિવસ અવાચક જીવંત જીવો પર લોકોની અસરો અને તેમના વર્તન વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- આ દિવસ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા વિશે પણ જાગૃતિ ફેલાવે છે જેમાં પત્થર મારવાથી માંડીને માર મારવા અને લાકડી મારવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) વિશે
- AWBI એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વૈધાનિક અને સલાહકાર સંસ્થા છે. જેનો હેતુ પ્રાણી કલ્યાણ કાયદાઓ અંગે સલાહ આપવા અને ભારત દેશમાં પ્રાણી કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે.
- આ બોર્ડની સ્થાપના 1962માં પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960ની કલમ 4 હેઠળ કરવામાં આવી હતી.
આ બોર્ડમાં કુલ 28 સભ્યો હોય છે, અને દરેક સભ્ય 3 વર્ષના સમયગાળા માટે સેવા આપે છે. - AWBI એ સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે કે દેશમાં પશુ કલ્યાણ કાયદાઓ બંધાયેલા છે અને પશુ કલ્યાણ સંસ્થાઓને અનુદાન પણ આપે છે.
- AWBI નું મુખ્ય મથક હરિયાણામાં આવેલ ફરીદાબાદ જિલ્લા ખાતે આવેલું છે.
વિશ્વ પ્રાણી દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?
- વિશ્વ પશુ દિવસ વિશ્વભરમાં વિવિધ સ્થળોએ જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે અને ઘણા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે.
- આ દિવસે અનેક પશુ જાગૃતિ કાર્યક્રમો, પ્રાણીઓની ક્રૂરતા અને ઉત્પીડન રોકવા માટેના અભિયાનો અને મેરેથોન વગેરેનું આયોજન કરવામાં આવે છે.
- આ સાથે પાળતુ પ્રાણીઓને દત્તક લેવા અને બેઘર પ્રાણીઓને આશ્રય આપવા જેવા કાર્યો પણ કરવામાં આવે છે, પાલતુ પ્રાણીઓ અને તેમના પ્રાણીઓ માટે પણ કેટલીક સહાય પૂરી પાડવામાં આવે છે.
- આટલું જ નહીં, પ્રાણી સંગઠન અને પ્રાણીઓ માટે બનેલા અન્ય કાયદાઓ અંગે લોકો સાથે ચર્ચા થાય તે માટે ઘણી કોન્ફરન્સ અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: કાબુલની શાળામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ : 46 છોકરીઓ સહિત 53ના મોત
શું છે વિશ્વ પશુ દિવસ 2022ની થીમ?
દર વર્ષે વિશ્વ પશુ દિવસ એક ચોક્કસ થીમ પર આધારિત હોય છે અને આ થીમ દ્વારા લોકોએ કોઈ ચોક્કસ વિષય પર જાગૃત અથવા ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. એ જ રીતે આ વર્ષે પણ એક ચોક્કસ થીમ રાખવામાં આવી છે. આ વર્ષે વિશ્વ પશુ દિવસ 2022 માટે “A Shared Planet – Recovering key species for ecosystem restoration”ઉપર થીમ રાખવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય આપણી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન માટે મુખ્ય પ્રજાતિઓને પુનઃપ્રાપ્ત કરવી છે.