ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

એડનના અખાતમાં ફરી ભારતીય નૌકાદળે બતાવી પોતાની તાકાત : જહાજ પર હુમલા બાદ 21 સભ્યોના બચાવ્યા જીવ

Text To Speech

નવી દિલ્હી, 7 માર્ચ : આજકાલ લાલ સમુદ્ર અને એડનની ખાડીમાં(Gulf of Aden) હુથીઓના હુમલા સામાન્ય બની ગયા છે. એવામાં ભારતીય નૌકાદળ પણ પોતાની બહાદુરીથી અનેકવાર જહાજ અને તેના સભ્યોને બચાવી ચૂક્યું છે. એવામાં ફરી એકવાર એડનના અખાતમાં હુથીઓ દ્વારા હુમલો કરવામાં આવેલા જહાજના તમામ ક્રૂ મેમ્બર્સને બચાવીને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય નૌકાદળે આ હુમલાનો અત્યંત બહાદુરી સાથે સામનો કરી 1 ભારતીય સહિત 21 ક્રૂ સભ્યોને બચાવ્યા છે. આ કારણે ભારતીય નૌકાદળના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.

06 માર્ચે હૂથીઓએ એડનની ખાડીમાં બાર્બાડોસના ધ્વજવાળા કાર્ગો જહાજ(Barbados flagged cargo ship) પર મિસાઈલ હુમલો(missile attack) કર્યો હતો. આ પછી, ભારતીય યુદ્ધ જહાજ ‘INS કોલકાતા’ એ તે જહાજમાંથી એક ભારતીય નાગરિક સહિત 21 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવ્યા. નૌકાદળના પ્રવક્તા વિવેક મધવાલે ગુરુવારે જણાવ્યું હતું કે મિસાઇલ હુમલાના કારણે બુધવારે કોમર્શિયલ જહાજ ‘એમવી ટ્રુ કોન્ફિડન્સ’માં આગ લાગી હતી, જેના કારણે ક્રૂ મેમ્બર્સને જહાજમાંથી કૂદીને ભાગવું પડ્યું હતું.

ક્રૂ મેમ્બર્સને બચાવવા માટે બોટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એડનની ખાડીમાં જહાજ પર હુમલાની માહિતી મળતા જ દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત INS કોલકાતા સાંજે 4.45 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આ દરમિયાન નૌકાદળે અદમ્ય હિંમત દાખવતા તેના હેલિકોપ્ટર અને બોટનો ઉપયોગ કર્યો અને એક ભારતીય નાગરિક સહિત 21 ક્રૂ સભ્યોને બચાવ્યા. આ પછી, યુદ્ધ જહાજ પરની તબીબી ટીમે ઘાયલોને મહત્ત્વપૂર્ણ તબીબી સહાય પૂરી પાડી. ગંભીર રીતે ઘાયલોને INS કોલકાતા દ્વારા બચાવી લેવામાં આવેલા ક્રૂ સાથે જિબુતી ખસેડવામાં આવ્યા હતા. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોએ એડનની ખાડીમાં ઝડપથી જવાબ આપ્યો. જેના કારણે 21 સભ્યોના જીવ બચી શક્યા. બાર્બાડોસ-ધ્વજવાળું કાર્ગો જહાજ એડનથી 55 નોટિકલ માઈલ દક્ષિણપશ્ચિમમાં મિસાઈલથી અથડાયું હતું, જેના પરિણામે બોર્ડમાં આગ લાગી હતી.

UCO બેંકમાં 820 કરોડના IMPS ટ્રાન્ઝેક્શન કેસમાં CBIની મોટી કાર્યવાહી, 67 જગ્યાએ દરોડા

Back to top button