ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત આવવા નીકળેલા શ્રમિકોને નડ્યો અકસ્માત, પાંચનાં મૃત્યુ

  • ગુજરાત આવવા નીકળેલા 12 લોકો ઓટો રિક્ષામાં રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા, રસ્તામાં પૂર પાટ ઝડપે આવેલી ટ્રકે સર્જ્યો અકસ્માત

ગઢવા, 14 જૂન: ઝારખંડના ગઢવા જિલ્લામાં ઓટો રિક્ષા અને ટ્રકની ટક્કરથી પાંચ લોકોના મૃત્યુ થયા છે અને અન્ય છ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે ગુરુવારે સવારે લગભગ 1.30 વાગ્યે બંશીધર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલ્હે ગામ પાસે આ ઘટના બની હતી. પોલીસ સ્ટેશનના પ્રભારી આદિત્ય નાયકે જણાવ્યું કે 12 લોકો ઓટો રિક્ષામાં નગર ઊંટરી રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા અને તેઓ ગુજરાત જતી ટ્રેનમાં ચઢવાના હતા. રસ્તામાં તેમની ઓટો અને સામેથી આવી રહેલી એક ઝડપી ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. તેમણે કહ્યું કે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જામનગરમાં રોજગારી માટે આવી રહ્યા હતા તમામ શ્રમિકો

અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તમામ પીડિતો મજૂરી કામ કરવા માટે ગુજરાત જઈ રહ્યા હતા. તેમને જબલપુર-હાવડા શક્તિપુંજ એક્સપ્રેસ રેલવેમાં બેસીને ગુજરાત મજૂરી કામ કરવા જવાનું હતું. આ કારણથી દરેક શ્રી વંશીધર રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા. આ તમામ ક્ષમિકો ગુજરાતના જામનગરમાં રોજગારી માટે આવી રહ્યા હતા, પરંતુ તે પહેલા તેઓ અકસ્માતનો ભોગ બન્યા છે અને 5 લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.

 

બંને વચ્ચે ટક્કર થતા ઓટો પુલ પથી નીચે પડી

ટ્રક અને ઓટો વચ્ચેની ટક્કર એટલી ભારે હતી કે અથડામણ બાદ ઓટો રિક્ષા સહિત તમામ 12 મુસાફરો પુલ નીચે પછડાયા હતા. નજીકના લોકોએ જીસીબીની મદદથી ઓટોને બહાર કાઢી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. જો કે, ત્યાં સુધીમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. આ શ્રમિકો ટ્રેનમાં ચઢવા માટે તેમના ગામથી નીકળ્યા હતા અને શ્રી બંશીધર રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત પાલહે ગામમાં શિવ મંદિર પાસે થયો હતો, જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને ગઢવા સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કુવૈત અગ્નિકાંડઃ 45 ભારતીયોના મૃતદેહ લઈને એરફોર્સનું વિમાન પહોંચ્યું કેરળ

Back to top button