વર્ક ફ્રોમ હોમ મેન્ટલ હેલ્થ માટે ઘાતક, ઓફિસ જઈને કામ કરવું વધુ સારું
- એક વૈશ્વિક અભ્યાસ મુજબ વર્ક ફ્રોમ હોમ કરતાં ઓફિસ જઈને કામ કરવું માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે. સહકર્મીઓ સાથે સારા સંબંધો માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
HD ન્યુઝ ડેસ્કઃ જો તમે તમારી પ્રોફેશનલ લાઈફને સારી અને રિલેક્સ બનાવવા માંગો છો, તો તમારા કલીગ્સ સાથે બેસીને વાત કરવી અને કામ કરવું વધુ સારું છે. કોરોનાકાળ બાદ ભલે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વિકસ્યું હોય અને લોકો તેને કામ કરવાની સૌથી સારી તેમજ હેલ્ધી રીત માનતા હોય, પરંતુ તાજેતરના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. એક વૈશ્વિક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ક ફ્રોમ હોમ કરતાં ઓફિસ જઈને કામ કરવું માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે. અભ્યાસ મુજબ સહકર્મીઓ સાથે સારા સંબંધો માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
રિપોર્ટ શું કહે છે?
આ વૈશ્વિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ઓફિસમાં કામ કરતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય વર્ક ફ્રોમ હોમ અથવા હાઈબ્રિડ વાતાવરણમાં કામ કરતા લોકો કરતા વધુ સારું રહે છે. જોકે અમેરિકા અને યુરોપિયન દેશોમાં આનાથી વિપરીત છે. હાઈબ્રિડ ઓફિસોમાં કામ કરતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય વધુ સારું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અભ્યાસ અમેરિકામાં બનેલ વર્ક કલ્ચર એન્ડ મેન્ટલ વેલબીઈંગની સાયપિયન્સ લેબમાં કરવામાં આવ્યો છે. જેમાં 65 દેશોના 54,831 નોકરી કરતા લોકોએ ઈન્ટરનેટ દ્વારા તેના જવાબો આપ્યા છે. તેમના ડેટાનો અભ્યાસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
વર્ક લોડ અને ખરાબ સંબંધો સૌથી મોટા કારણો
આ ચર્ચા તાજેતરમાં પુણેમાં 26 વર્ષીય સીએના મૃત્યુ બાદ શરૂ થઈ હતી. જેમાં ભારતમાં હાઈ વર્કલોડ, સ્ટ્રેસ અને ટોક્સિક વર્કપ્લેસ વાતાવરણને જવાબદાર ગણવામાં આવ્યું હતું. તે જ સમયે, સહકર્મીઓ વચ્ચે તણાવ એ મુખ્ય કારણ છે જે મેન્ટલ હેલ્થને અસર કરે છે, પરંતુ વર્કલાઈફને બેલેન્સ કરનાર ફેક્ટરમાં આ ફેક્ટર બાકી પેરામીટર્સની તુલનામાં માત્ર 50 ટકા જ જવાબદાર છે.
મેન્ટલ હેલ્થ પર કઈ વસ્તુઓ અસર કરે છે?
તમારા કલીગ્સ સાથેના સંબંધો, તમે જે કામ કરી રહ્યા છો તેના પર ગર્વ અનુભવવો, આ બધી બાબતો માનસિક સ્વાસ્થ્ય પર વધુ અસર કરે છે. જો તમારા કલીગ્સ સાથે સારા સંબંધો ન હોય અને તમે જે કામ કરી રહ્યા છો તેના પ્રત્યે ગર્વની ભાવના ન હોય તો તેનાથી ઉદાસી અને એકલતાની લાગણી વધે છે. જો કામ પ્રત્યે અસંતોષ હોય અને કામ કરવાની ઈચ્છા ન હોય, તો તે ઊર્જાનું સ્તર ઘટાડે છે અને મોટિવેશન પણ આપતું નથી. ભારતમાં કલીગ્સ સાથેના ખરાબ સંબંધો માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. ભારતમાં ટીમની સાઈઝમાં વધારો માનસિક હેલ્થ પર અસર કરવા લાગે છે, જ્યારે અન્ય દેશોમાં પરિસ્થિતિ તેનાથી વિપરીત છે.
વર્ક લોડની અસર શું છે?
મેન્ટલ હેલ્થ માટે વર્કલોડ એ મુખ્ય કારણ છે, પરંતુ અભ્યાસ મુજબ ભારતમાં વર્કલોડ અસહ્ય લાગતા લોકોની સંખ્યા 13 ટકા છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 16 ટકા છે.
આ પણ વાંચોઃ ધોયા વગર જ ઓફિસ-સ્કુલ બેગને કરો ક્લિન, આ છે સરળ ટ્રિક્સ