ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંધારણની નવી આવૃત્તિમાં “સમાજવાદી ધર્મનિરપેક્ષ” શબ્દો નથીઃ કોંગ્રેસનો દાવો

Text To Speech

કોંગ્રેસે એવો અસાધારણ દાવો કર્યો છે કે, બંધારણની જે નવી આવૃત્તિ અમને આપવામાં આવી છે તેના આમુખમાંથી “સમાજવાદી ધર્મનિરપેક્ષ” શબ્દો ગાયબ છે.

લોકસભામાં કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના સાંસદ અધિરરંજન ચૌધરીએ એએનઆઈ સમાચાર સંસ્થા સાથે વાતચીત કરતી વખતે દાવો કર્યો કે, “અમને બંધારણની જે નવી આવૃત્તિ આપવામાં આવી છે તેના આમુખમાં “સમાજવાદી ધર્મનિરપેક્ષ” શબ્દો જોવા મળતા નથી. મારા ધ્યાનમાં આ વાત આવી હતી અને મેં આ બાબતે રાહુલ ગાંધીનું ધ્યાન દોર્યું હતું. હકીકતે મેં ઘણી વખત આ મુદ્દો ઉપસ્થિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નથી.”

કોંગ્રેસના નેતાએ એ વાતનો સ્વીકાર કર્યો કે, એ સાચું છે કે બંધારણના આમુખમાં આ બંને શબ્દો 1976માં ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ હાલ ચતુરાઈથી એ શબ્દો દૂર કરી દેવામાં આવ્યા છે.

યાદ રહે, 1975માં તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી તે પહેલાં ભારતીય બંધારણના આમુખમાં “સમાજવાદી ધર્મનિરપેક્ષ” શબ્દો નહોતા, પરંતુ 1975થી 1977ની કટોકટીના ગાળામાં ઈન્દિરા ગાંધીની સરકારે ચૂપચાપ બંધારણમાં આ શબ્દો ઉમેરી દીધા હતા.

અને હવે કોંગ્રેસના નેતાનો દાવો છે કે, વર્તમાન સરકારે ચૂપચાપ આ શબ્દો દૂર કરી દીધા છે. નિશ્ચિત છે કે આગામી દિવસોમાં આ મુદ્દે દેશના રાજકારણમાં હોબાળો થઈ શકે છે.

Back to top button