આ ‘ફ્લાઈંગ કિસ’ની રાઈડ માટે ડેરિંગ જોઇએ, સીટ બેલ્ટ વગર જોરદાર મોજ પડશે
- તમને સીટ બેલ્ટ કે સેફ્ટી હાર્નેસ વગર હવામાં ઊંચાઈ પર લઈ જશે
- આ ફ્લાઈંગ કિસનો અદભૂત નજારો ચીનમાં જોવા મળે છે
- 3000 ફૂટના ઊંચા પર્વત પર ફરતુ ચકડોળ
ફ્લાઈંગ કિસ કરતી બે વિશાળ મૂર્તિઓ એ એક નવું પ્રવાસી આકર્ષણ બન્યું છે. તાજેતરમાં આ ફ્લાઈંગ કિસનો અદભૂત નજારો ચીનમાં જોવા મળે છે. જેમાં વન્ડર વર્લ્ડ જેવું પાર્ક ચીનમાં ખુલ્યું છે અને તેનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ થીમ પાર્કનું આકર્ષણ દરેકનું ધ્યાન ખેંચે છે.
વન્ડર વર્લ્ડની મોજ, ફ્લાઈંગ કિસનો અદભૂત નજારો#WonderWorld #WonderWorldchina #china #chinanews #flyingkiss #kiss #flying #viralvideo #videos #news #newsupdate #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/fesQ9tlrgv
— Hum Dekhenge News (@humdekhengenews) November 5, 2023
આ પણ વાંચો: અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધ્યું, આ વિસ્તાર બન્યો બિન આરોગ્ય યુક્ત
ફ્લાઈંગ કિસ કરતી બે વિશાળ મૂર્તિઓ એ એક નવું પ્રવાસી આકર્ષણ
ફ્લાઈંગ કિસ કરતી બે વિશાળ મૂર્તિઓ એ એક નવું પ્રવાસી આકર્ષણ છે જે ચીનમાં ખુલ્યું છે અને વાયરલ થયું છે. આ થીમ પાર્ક આકર્ષણ દરેકનું ધ્યાન ખેંચે છે. ‘ફ્લાઈંગ કિસ’ નામનું આકર્ષણ એ સ્ત્રી અને પુરૂષની બે વિશાળ મૂર્તિઓ ધરાવતી રાઈડ છે. જેમાં 3000 ફૂટના ઊંચા પર્વત પર ફરતુ ચકડોળ ડેક ધરાવે છે, જેથી પ્રવાસીઓ કુદરતી લેન્ડસ્કેપનો આનંદ લઈ શકે છે.
આ પણ વાંચો: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ફંડ આપનાર 200થી વધુ હરિભક્તો ઇડીના સંકજામાં
લોકોને અદભૂત દૃશ્યો સાથે જોરદાર મોજ પડી
આ રાઈડની વધુ રસપ્રદ વાત એ છે કે તેમાં સીટ બેલ્ટ, સેફ્ટી હાર્નેસ અને સીટ પણ નથી. તે એટલું ભયાનક છે કે તેના પર સવારી કરવા માટે હિંમતની જરૂર પડશે. આ પાર્ક એક ‘એકસ્ટ્રીમ’ થીમ પાર્ક આકર્ષણ તરીકે જાણીતુ થઇ રહ્યું છે. આ રાઈડમાં એક ઉંચા પર્વત ઉપર જોઈ રહેલા પુરુષ અને સ્ત્રીની બે વિશાળ મૂર્તિઓ છે.
આ રાઈડ, જેમાં પુરુષ અને સ્ત્રીની મૂર્તિઓ એકબીજાની સામે હોય છે, તે બંને પ્રતિમાઓ જમીન પર નમીને અને જમીનથી પ્લેટફોર્મ પરથી મુસાફરોને ઉઠાવીને શરૂ થાય છે. મૂર્તિઓ પછી મુસાફરોને ચકડોળ પર ગોળ રાઉન્ડમાં ફેરવે છે. એકવાર મુસાફરો આની સવારી કરે ત્યારે બાદ લોકોને અદભૂત દૃશ્યો સાથે જોરદાર મોજ પડી જાય છે.
આ પણ વાંચો: અમદાવાદ: દિવાળીમાં ફટાકડા ફોડવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
પ્રેમની પરાકાષ્ઠા સર્વોચ્ચ ઊંચાઈ સુધી પહોંચે છે
અહીં રાઈડમાં સૌથી મોટી વાત એ છે કે આ રાઇડમાં સીટ બેલ્ટ કે સેફ્ટી હાર્નેસ નથી. માત્ર અદભૂત અને મનોહર દૃશ્યો જોવા મળશે. અને જો તમે સલામતીનાં પગલાં વિશે ચિંતિત હોવ તો, તમને પડવાથી બચાવવા માટે ઊંચો દરવાજો છે, જે તમને ચકડોળ ડેસ્કની આસપાસ મુક્તપણે ફરવા માટે પૂરતી જગ્યા આપે છે.
આ રાઈડ વાસ્તવમાં એક ચાઈનીઝ પૌરાણિક પ્રેમકથામાંથી પ્રેરણા લઇ બનાવવામાં આવી છે જે બે પ્રેમીઓ વિશે છે, અને તેમાં પ્રેમની પરાકાષ્ઠા સર્વોચ્ચ ઊંચાઈ સુધી પહોંચે છે, એટલે કે, જ્યાં બે મૂર્તિઓ ‘કિસ’ કરે છે.