નવી દિલ્હી, 26 ઓગસ્ટ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે (28 ઓગસ્ટ) મહિલા T20 વર્લ્ડ કપ 2024નું નવું શેડ્યૂલ જાહેર કર્યું હતું. બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટને કારણે ટૂર્નામેન્ટને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં શિફ્ટ કરવામાં આવી છે. દુબઈ 6 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચની યજમાની કરશે. 18 દિવસની ટૂર્નામેન્ટની ફાઈનલ 20 ઓક્ટોબરે દુબઈમાં જ યોજાશે.
17 ઓક્ટોબરે દુબઈમાં પ્રથમ સેમીફાઈનલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નિર્ણાયક મેચ અન્ય યજમાન શહેર શારજાહમાં 13 ઓક્ટોબરે રમાશે. આ એકમાત્ર લીગ મેચ છે જે હરમનપ્રીત કૌરની ટીમ દુબઈની બહાર રમશે. શારજાહ 18 ઓક્ટોબરે બીજી સેમિફાઇનલની પણ યજમાની કરશે. જો ભારત ક્વોલિફાય થશે તો 17 ઓક્ટોબરે દુબઈમાં પ્રથમ સેમીફાઈનલ રમશે.
ગ્રૂપમાં કોઈ ફેરફાર નથી
ગ્રુપમાં કોઈ ફેરફાર થયો નથી. છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા ગ્રુપ Aમાં છે. ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ છે. દરેક ટીમ ચાર ગ્રુપ મેચ રમશે અને દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઈનલમાં જશે. ICCએ કહ્યું કે સેમિફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે હશે. ટૂર્નામેન્ટ પહેલા 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 10 વોર્મ-અપ મેચો રમાશે.
Women’s T20 WCનું શેડયૂલ