Women’s T20 WC નો આજે ફાઈનલ : છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન થશે ? કે આફ્રિકા બનશે ચોકર્સ
ICC મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચે છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો પાસે આ મેચ વિનિંગ રેકોર્ડ બનાવવાની તક છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ ટાઇટલ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમ બીજી વખત ટાઇટલની હેટ્રિક નોંધાવી શકે છે અને આવું કરનારી તે પ્રથમ ટીમ બની જશે. જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે અને તેઓ આ શાનદાર તકને ગુમાવવાનું પસંદ કરશે નહીં. આ સિવાય જો દક્ષિણ આફ્રિકાને આ ખિતાબ મળે છે તો તે આ ટ્રોફી મેળવનારી ત્રીજી યજમાન ટીમ બની જશે. આ પહેલા ઈંગ્લેન્ડે 2009માં યજમાન તરીકે આ ખિતાબ જીત્યો હતો, જ્યારે 2020માં ઓસ્ટ્રેલિયાએ આવી જ રીતે ટ્રોફી જીતી હતી.
Can the South Africa top order overcome Australia's dangerous bowling attack in the big #T20WorldCup Final?
Key match-ups ???? https://t.co/uo92pXRpca #TurnItUp | #AUSvSA pic.twitter.com/3wXr7xRPNN
— ICC (@ICC) February 26, 2023
આફ્રિકા ફરી અપસેટ સર્જવા તૈયાર
દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને એક વિશાળ અપસેટ સર્જી લીધો હતો અને તે જબરદસ્ત ઓસ્ટ્રેલિયા સામે પણ આવું જ કરવા માંગે છે. ઓસ્ટ્રેલિયાને હરાવવું કોઈપણ રીતે સરળ રહેશે નહીં. તેઓ ટુર્નામેન્ટમાં ખૂબ જ મજબૂત ટીમ છે અને છઠ્ઠી વખત ટ્રોફી ઉપાડવાનું લક્ષ્ય રાખશે. જો કે, દક્ષિણ આફ્રિકા પાસે સારી ઓપનિંગ જોડી છે. લૌરા વુલફાર્ટ અને તાજમીન બ્રિટ્સના રૂપમાં બનેલી જોડી ટીમ માટે સારું પ્રદર્શન કરી રહી છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પણ તાજમિનનું બેટ ફાવી ગયું હતું. ઓસ્ટ્રેલિયા સામે ટીમને સારી શરૂઆત કરાવવાની જવાબદારી આ બંનેના ખભા પર રહેશે. ઓલરાઉન્ડર મેરિજન કેપ પણ ટીમની મહત્વની ખેલાડી છે, જેણે સેમીફાઈનલમાં છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવ્યા હતા.
બંને ટીમોના સંભવિત 11 ખેલાડીઓ
ઑસ્ટ્રેલિયા: એલિસા હીલી, બેથ મૂની, મેગ લેનિંગ (સી), એશ્લે ગાર્ડનર, ગ્રેસ હેરિસ, એલિસ પેરી, તાહિલા મેકગ્રા, જ્યોર્જિયા વેરહેમ, જેસ જોનાસન, મેગન શુટ, ડી’આર્સી બ્રાઉન.
દક્ષિણ આફ્રિકા: લૌરા વોલ્ડવોર્ટ, તાજમીન બ્રિટ્સ, મેરિજેન કેપ, સુને લુસ (સી), ક્લો ટ્રાયોન, એન્નેકે બોશ, નાદીન ડી ક્લાર્ક, સિનાલો જાફ્તા, શબનિમ ઈસ્માઈલ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા.