ટ્રેન્ડિંગનેશનલ

મહિલા અનામત બિલ: 30 વર્ષથી ચાલતો ‘ગ્રહણ’ યથાવત, 7મી વખત મિશન નિષ્ફળ

Women’s Reservation Bill: ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં ‘મહિલા અનામત વિધેયક’ એક એવું પ્રકરણ બની ગયું છે, જે વારંવાર સંસદના ઉંબરે તો પહોંચે છે, પરંતુ અંતિમ મુકામ સુધી પહોંચતા પહેલા જ રાજકારણનો ભોગ બની જાય છે. 17 એપ્રિલ 2026ના રોજ સંસદના વિશેષ સત્રમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું અને 30 વર્ષમાં 7મી વખત આ બિલ ફગાવી દેવામાં આવ્યું છે.

તાજેતરની નિષ્ફળતા અને વિવાદ

લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવા સંબંધિત 131માં બંધારણીય સુધારા બિલને લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મળી શકી નથી. આ બિલની સાથે બેઠકોની સંખ્યામાં વધારો કરવાનો પણ પ્રસ્તાવ હતો. બહુમતી ન મળતા ભાજપે રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિપક્ષના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.

1996 થી 2026: અનિશ્ચિતતાની સફર

મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાનો વિચાર ૧૯૯૦ના દાયકામાં શરૂ થયો હતો. ત્યારથી અત્યાર સુધીની સફર ઉતાર-ચઢાવ ભરી રહી છે:

  • 1996 (એચ.ડી. દેવગૌડા સરકાર): પ્રથમ વખત 81મા બંધારણીય સુધારા તરીકે બિલ રજૂ કરાયું, પણ લોકસભા ભંગ થતા બિલ લટકી ગયું.
  • 1998-99 (અટલ બિહારી વાજપેયી સરકાર): એનડીએ સરકારે ફરી પ્રયાસ કર્યો, પરંતુ ભારે હોબાળા અને વિરોધ વચ્ચે બિલ પાસ ન થઈ શક્યું.
  • 2008-10 (મનમોહન સિંહ સરકાર): યુપીએ સરકારમાં 2010માં આ બિલ રાજ્યસભામાં પસાર થયું હતું, પરંતુ લોકસભામાં તેને સમર્થન ન મળતા તે ઠંડા બસ્તામાં જતું રહ્યું.
  • 2026 (નરેન્દ્ર મોદી સરકાર): 17 એપ્રિલ 2026ના રોજ વિશેષ સત્રમાં બિલ રજૂ કરાયું, પરંતુ બે-તૃતીયાંશ બહુમતીના અભાવે 7મી વખત આ મિશન નિષ્ફળ રહ્યું.

મહિલાઓના અધિકાર માટેનો આ સંઘર્ષ હવે ફરી એકવાર રસ્તાઓ અને રાજકીય નિવેદનો સુધી મર્યાદિત બની ગયો છે.

આ પણ વાંચોઃ ‘મહિલાઓ બધું ભૂલી જાય છે, પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી’- PM મોદી

આ પણ વાંચોઃ સુરક્ષાના કારણોસર ભારતમાં ‘સ્ટારલિંક’નું લોન્ચિંગ અટવાયું

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button