બીસીસીઆઈએ વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટ 4 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી રમાશે. કુલ પાંચ ટીમો 22 મેચ રમશે. તમામ મેચો મુંબઈના બે સ્ટેડિયમ – ડીવાય પાટિલ અને બ્રેબોર્નમાં રમાશે. બંને સ્ટેડિયમમાં 11-11 મેચ રમાશે. 23 દિવસમાં લીગ રાઉન્ડમાં 20 મેચો રમાશે. આ સિવાય એલિમિનેટર અને ફાઈનલ મેચ રમાશે. પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 4 માર્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. લીગ રાઉન્ડ દરમિયાન ચાર ડબલ હેડર મેચો રમાશે. એટલે કે એક દિવસમાં બે મેચ રમાશે. જે પૈકી પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે જ્યારે બીજી મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. લીગ તબક્કાની છેલ્લી મેચ 21 માર્ચે યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. જ્યારે, એકમાત્ર એલિમિનેટર ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 24 માર્ચે રમાશે અને ફાઇનલ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
આ WPL માટેની પાંચ ટીમો નીચે મુજબ છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
ગુજરાત જાયન્ટ્સ (GG)
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
દિલ્હી કેપિટલ્સ (DC)
યુપી વોરિયર્સ (UPW)
બે દિવસ પહેલા ખેલાડીઓની હરરાજી થઈ હતી
આ પહેલા 13 ફેબ્રુઆરીએ વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી યોજાઈ હતી. સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ઇંગ્લેન્ડની નતાલી સાયવર (MI) અને ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર (GGT) પર 3.20 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. આ બંને સૌથી મોંઘા વિદેશી ખેલાડી હતા. ભારતની દીપ્તિ શર્મા (UPW) રૂ. 2.60 કરોડની બોલી લગાવે છે. જ્યારે, જેમિમા રોડ્રિગ્સ (DC) રૂ. 2.20 કરોડમાં અને શેફાલી વર્મા (DC) રૂ. 2 કરોડમાં વેચાઈ હતી. ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીને પણ ગુજરાત જાયન્ટ્સ (GGT)એ 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
448માંથી માત્ર 87 ખેલાડીઓની બોલી લાગી
મહત્વનું છે કે, આ હરાજીમાં સામેલ કુલ 448 ખેલાડીઓમાંથી માત્ર 87 ખેલાડીઓની બોલી લાગી હતી. પાંચ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મળીને તેમને ખરીદવા માટે રૂ.59.50 કરોડનો ખર્ચ કર્યો હતો. ગુજરાત, દિલ્હી અને બેંગ્લોરે સૌથી વધુ 18-18 ખેલાડીઓ ખરીદ્યા હતા. જ્યારે, મુંબઈએ 17 અને યુપીએ 16 ખેલાડીઓ ખરીદ્યા.
શું છે WPL ના મેચનું શેડયૂલ ? કોણ – કોની સાથે રમશે ?
4 માર્ચ GT vs MI સાંજે 7:30 PM DY પાટિલ
5 માર્ચ RCB vs DC બપોરે 3:30 PM બ્રેબોર્ન
5 માર્ચ UPW vs GG સાંજે 7:30 PM DY પાટિલ
6 માર્ચ MI vs RCB સાંજે 7:30 PM બ્રેબોર્ન
7 માર્ચ DC vs UPW સાંજે 7:30 PM DY પાટિલ
8 માર્ચ GG vs RCB સાંજે 7:30 PM બ્રેબોર્ન
9 માર્ચ DC vs MI સાંજે 7:30 PM DY પાટિલ
10 માર્ચ RCB vs UPW સાંજે 7:30 PM બ્રેબોર્ન
11 માર્ચ GG vs DC સાંજે 7:30 PM DY પાટિલ
12 માર્ચ UPW vs MI 7:30 PM બ્રેબોર્ન
13 માર્ચ DC vs RCB સાંજે 7:30 PM DY પાટિલ
14 માર્ચ MI vs GG સાંજે 7:30 PM બ્રેબોર્ન
15 માર્ચ UPW vs RCB સાંજે 7:30 PM DY પાટિલ
16 માર્ચ DC vs GG સાંજે 7:30 PM બ્રેબોર્ન
18 માર્ચ MI vs UPW બપોરે 3:30 PM DY પાટિલ
18 માર્ચ RCB vs GG સાંજે 7:30 PM બ્રેબોર્ન
20 માર્ચ GG vs UPW બપોરે 3:30 PM બ્રેબોર્ન
20 માર્ચ MI vs DC સાંજે 7:30 PM DY પાટિલ
21 માર્ચ RCB vs MI બપોરે 3:30 PM DY પાટિલ
21 માર્ચ UPW vs DC સાંજે 7:30 PM બ્રેબોર્ન
24 માર્ચ એલિમિનેટર સાંજે 7:30 ડીવાય પાટીલ
26 માર્ચ અંતિમ સાંજે 7:30 PM બ્રેબોર્ન