સ્પોર્ટસ

વિમેન્સ પ્રીમિયર લીગ : સાનિયા મિર્ઝાની ક્રિકેટમાં એન્ટ્રી, આ ટીમ દ્વારા સોંપવામાં આવી મોટી જવાબદારી

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસને અલવિદા કહેવાની છે. તેણે થોડા સમય પહેલા જ તેની જાહેરાત કરી હતી. 6 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયાએ તેની કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ કરી છે. સાનિયા આ મહિને છેલ્લી વખત ટેનિસ કોર્ટ પર ટકરાશે. આ પછી તે IPLમાં વ્યસ્ત થઈ જશે. તેને આઈપીએલમાં એન્ટ્રી મળી છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ સાથે જોડાઈ ગઈ છે. સાનિયા મિર્ઝાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપનના રૂપમાં પોતાની અંતિમ ટેનિસ ટૂર્નામેન્ટ રમી હતી. રોહન બોપન્ના સાથે તેની જોડી ફાઇનલ મુકાબલામાં બ્રાઝીલની લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે હારી ગઇ હતી.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ કારમી હાર છતાં કહ્યું- અમારી ટીમ મજબૂત છે, તે જ રીતે રમશે…

સાનિયાને આરસીબી મહિલા ટીમની મેન્ટર બનાવાઈ 

RCBએ તેને ટીમને ચેમ્પિયન બનાવવાની જવાબદારી સોંપી છે. બુધવારે સાનિયાને આરસીબીની મહિલા ટીમની મેન્ટર બનાવવામાં આવી છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર સાનિયાને મહિલા ટીમની મેન્ટર બનાવવાની જાહેરાત કરી હતી. બીજી તરફ RCBએ હરાજીમાં છ વિદેશી સહિત 18 ખેલાડીઓ સાથે પોતાની ટીમ સિલેક્ટ કરી છે.

સાનિયાએ મેંટર બનવા પર આપ્યો આ પ્રત્યુત્તર 

સાનિયા મિર્ઝાએ RCBને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, “સંન્યાસ પછી હું ઇચ્છતી હતી કે મહિલાઓને પ્રેરિત કરૂ કે તે રમતગમતમાં પોતાનું કરિયર બનાવે, માટે હું RCBની ટીમનો હિસ્સો બની છું. બન્ને રમતમાં એક જ પ્રકારનું પ્રેશર હોય છે, તેને કેવી રીતે હેન્ડલ કરવું છે, આ મને સારી રીતે ખબર છે. હું પોતાના ખેલાડીઓ પર તેના પર ફોકસ કરવા પર જોડી દઇશ. જો તમે આ કરી લો છો તો કોઇ રમત તમારી માટે આસાન બની જશે.”

આ પણ વાંચો : સેટ ટોપ બોક્સ બાય-બાય, હવે ફ્રી જોવા મળશે 200 જેટલી ચેનલો

6 ગ્રેન્ડ સ્લેમની વિજેતા સાનિયા મિર્ઝા RCB પ્લે બોલ્ડમાં એકદમ ફિટ છે. પછી તે ક્રિકેટ હોય કે ટેનિસ એથલીટોની એક જ શ્રેણી હોય છે. તમામ ખેલાડી પોતાની રમતને પ્રેમ કરે છે અને તેમની ગેમમાં પ્રેશરની સ્થિતિનો સામનો કરે છે. સાનિયા મિર્ઝાએ પોતાના 6 ગ્રેન્ડ સ્લેમ અને 43 WTA ખિતાબના શાનદાર કરિયરમાં 20 વર્ષ સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.

આરસીબીના અધ્યક્ષે આપી માહિતી 

મેન્ટરના રૂપમાં સાનિયા મિર્ઝાની નિયુક્તિ પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના અધ્યક્ષ રાજેશ વી મેનને કહ્યુ, “અમે આરસીબી મહિલા ટીમના મેન્ટરના રૂપમાં સાનિયા મિર્ઝાનું સ્વાગત કરતા ખુશ અને સમ્માનિત અનુભવી રહ્યા છીએ. તે પોતાની રમત કરિયરમાં કેટલાક પડકાર હોવા છતા પોતાની મહેનત, જુસ્સા અને દ્રઢ સંકલ્પથી મેળવેલ સફળતા સાથે એક આદર્શ રોલ મોડલ છે.”

RCB મહિલા ટીમ મેન્ટર - Humdekhengenews

મહિલા આરસીબીની પુરી ટીમ

સ્મૃતિ મંધાના (3.4 કરોડ), સોફી ડિવાઇન (50 લાખ), એલિસ પેરી (1.7 કરોડ), રેણુકા સિંહ ઠાકુર (1.5 કરોડ), રિચા ઘોષ (1.9 કરોડ), એરિન બર્ન્સ (30 લાખ), દિશા કાસત (10 લાખ), ઇંદ્રાણી રોય (10 લાખ), શ્રેયંકા પાટિલ (10 લાખ), કનિકા આહૂજા (35 લાખ), આશા શોભના (10 લાખ), હીથર નાઇટ (40 લાખ), ડેન વૈન નીકેર્ક (30 લાખ), પ્રીતિ બોસ (30 લાખ), પૂનમ ખેમનાર (10 લાખ), કોમલ જંજાદ (25 લાખ), મેગન શુટ્ટ (40 લાખ), સહાના પવાર (10 લાખ)

Back to top button