

વિમેન્સ પ્રીમિયર લીગની છઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. બંને ટીમો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આમને-સામને છે. RCB અને ગુજરાત ટૂર્નામેન્ટમાં તેમની પ્રથમ જીતની શોધમાં છે. બંનેને પોતાની શરૂઆતની બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બેંગ્લોરનો ટીમમાં એક ફેરફાર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતની નિયમિત કેપ્ટન બેથ મૂની પણ આ મેચમાં નથી રમી રહી. તે પ્રથમ મેચમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ હતી. સ્નેહ રાણા સતત બીજી મેચમાં કેપ્ટનશીપ કરી રહી છે. તેણે આ વખતે પ્લેઈંગ ઈલેવનમાં એક પણ ફેરફાર કર્યો નથી. આરસીબીએ એક ફેરફાર કર્યો છે. દિશા કેસટની જગ્યાએ પૂનમ ખેમનરને ટીમમાં સામેલ કરવામાં આવી છે.
બંને ટીમોના પ્લેઇંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (સી), સોફી ડેવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ (ડબલ્યુકે), પૂનમ ખેમનાર, કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, મેગન શુટ, રેણુકા ઠાકુર સિંહ, પ્રીતિ બોઝ.
ગુજરાત જાયન્ટ્સ: સબીનેની મેઘના, સોફિયા ડંકલી, હરલીન દેઓલ, એનાબેલ સધરલેન્ડ, સુષ્મા વર્મા (wk), એશ્લે ગાર્ડનર, દયાલન હેમલતા, સ્નેહ રાણા (c), કિમ ગાર્થ, માનસી જોશી, તનુજા કંવર.