Women’s Premier League 2023માં આજે ગુજરાત અને યુપીની મહિલા ટીમ વચ્ચે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુકાબલો છે. આજના મેચમાં યુપીની ટીમ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે તો આ સાથે જ ગુજરાતની ટીમ પ્રથમ મેચમાં મોટી હાર બાદ જબરદસ્ત વાપસી કરવા ઈચ્છશે. હાલ ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બીજા જ મેચમાં નવી કેપ્ટનસી
ગુજરાત જાયન્ટ્સે યુપી સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની કેપ્ટન બેથ મૂની ઈજાના કારણે આ મેચ રમી રહી નથી. તેની જગ્યાએ સ્નેહ રાણાને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. ગુજરાતની ટીમ આ મેચમાં ત્રણ ફેરફારો સાથે પ્રવેશી છે. આ મેચમાં સોફિયા ડંકલી, સુષ્મા વર્મા અને કિમ ગ્રાથને તક મળી છે.
પૂર્વ કેપ્ટન બેથ મૂની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થઈ હતી
ગુજરાતની કેપ્ટન બેથ મૂની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થઈ હતી અને આ મેચમાં રમશે નહીં. તેમના સ્થાને સ્નેહ રાણા ટીમની કમાન સંભાળશે. બેથ મૂનીની ઈજા ગુજરાત માટે મોટો ફટકો છે, તે એક શાનદાર વિકેટ કીપરની સાથે સાથે એક મહાન બેટ્સમેન અને કેપ્ટન પણ છે. તેના વિના ગુજરાત માટે પુનરાગમન કરવું મુશ્કેલ બની શકે છે.
પ્રથમ મેચમાં ગુજરાતની ટીમનો પરાજય થયો હતો
પ્રથમ મેચમાં ગુજરાતની ટીમને મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 200થી વધુ રન બનાવ્યા હતા. ગુજરાતની ટીમ મોટા ટાર્ગેટના દબાણ હેઠળ ભાંગી પડી હતી. આ મેચમાં આ ટીમ જીત મેળવીને જોરદાર વાપસી કરવા માંગશે. ફાસ્ટ બોલિંગ ગુજરાત માટે ચિંતાનો વિષય છે.
બંને ટીમમાં રમનાર 11 ખેલાડીઓ
ગુજરાત: સબીનેની મેઘના, હરલીન દેઓલ, એશ્લે ગાર્ડનર, સોફિયા ડંકલી, એનાબેલ સધરલેન્ડ, કિમ ગાર્થ, સુષ્મા વર્મા (wk), દયાલન હેમલતા, સ્નેહ રાણા (c), તનુજા કંવર, માનસી જોશી.
યુપી વોરિયર્સ: એલિસા હીલી (wk/c), શ્વેતા સેહરાવત, તાહિલા મેકગ્રા, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, સિમરન શેખ, કિરણ નવગીરે, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ.