Women’s Premier league ની આગામી વર્ષ 2024માં યોજાનાર સીરીઝ અંતર્ગત આગામી મુંબઈમાં 9 ડિસેમ્બરે 165 મહિલા ક્રિકેટરોની હરાજી કરવામાં આવશે. આ યાદીમાં 104 ભારતીય, 61 વિદેશી અને 15 સહયોગી દેશોના ખેલાડીઓ સામેલ છે. હરાજીમાં 56 કેપ્ડ અને 109 અનકેપ્ડ ખેલાડીઓ છે. કેપ્ડ એટલે એવા ખેલાડીઓ કે જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે, જ્યારે અનકેપ્ડ એટલે કે જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.
ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 30 ખેલાડીઓ લઈ શકશે
દરેક ટીમ વિદેશી ખેલાડીઓ માટે નવ સ્લોટ સહિત વધુમાં વધુ 30 ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકે છે. વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર ડિઆન્ડ્રા ડોટિન અને ઓસ્ટ્રેલિયાની કિમ ગાર્થ રૂ.50 લાખની બેઝ પ્રાઈઝ સાથે ટોપ બ્રેકેટમાં છે. 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથેની યાદીમાં ચાર ખેલાડીઓ છે, જેમાં એનાબેલ સધરલેન્ડ (ઓસ્ટ્રેલિયા), એમી જોન્સ (ઈંગ્લેન્ડ), શબનીમ ઈસ્માઈલ (દક્ષિણ આફ્રિકા) અને જ્યોર્જિયા વેરહેમ (ઓસ્ટ્રેલિયા)નો સમાવેશ થાય છે. 30 લાખ રૂપિયાની કેટેગરીમાં 30 ખેલાડીઓ સામેલ છે.
કોણ છે ભારતની આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ?
ભારતના કેપ્ડ ખેલાડીઓમાં ફુલમાલી ભારતી, વેદા કૃષ્ણમૂર્તિ, મોના મેશ્રામ, પ્રિયા પુનિયા, પૂનમ રાઉત, એસ મેઘના, મેઘના સિંઘ, દેવિકા વૈદ્ય, નુઝહત પરવીબ, સુષ્મા વર્મા, સિમરન બહાદુર, એકતા બિષ્ટ, પ્રીતિ બોઝ, ગૌહર સુલતાના, પ્રત્યુસ ચૌહાર, મોનકા, મો. પટેલ, મનીસ જોશી, અનુજા પાટીલ, સ્વાગતિકા રથ, સોની યાદવ અને પ્રણવી ચંદ્રા.
દરેક ટીમના પર્સમાં ઉપલબ્ધ રકમ
દિલ્હી કેપિટલ્સ – 2.25 કરોડ
ગુજરાત જાયન્ટ્સ – 5.95 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ – 2.1 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 3.35 કરોડ
યુપી વોરિયર્સ – 4 કરોડ
આ અહેવાલ મુજબ ગુજરાત જાયન્ટ્સ WPL 2024ની હરાજીમાં સૌથી વધુ રકમ (રૂ. 5.95 કરોડ) સાથે પ્રવેશ કરશે, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ પાસે સૌથી ઓછી રકમ (રૂ. 2.1 કરોડ) છે.
હરરાજી પહેલા ખેલાડીઓની મૂળ કિંમત
અપર્ણા મંડલ (રૂ.10 લાખ), જસિયા અખ્તર (રૂ. 10 લાખ), તારા નોરિસ (રૂ.10 લાખ), એનાબેલ સધરલેન્ડ (રૂ. 40 લાખ), અશ્વની કુમારી (રૂ. 10 લાખ), જ્યોર્જિયા વેરહેમ (રૂ. 40 લાખ), હર્લી ગાલા. (રૂ. 10 લાખ), કિમ ગર્થ (રૂ. 50 લાખ), માનસી જોશી (રૂ. 30 લાખ), મોનિકા પટેલ (રૂ. 30 લાખ), પારૂણિકા સિસોદિયા (રૂ. 10 લાખ), સબીનેની મેઘના (રૂ. 30 લાખ). સુષ્મા વર્મા (રૂ. 30 લાખ), ધારા ગુજ્જર (રૂ. 10 લાખ), નીલમ બિષ્ટ (રૂ. 10 લાખ), સોનમ યાદવ (રૂ. 10 લાખ), એરિન બર્ન્સ* (રૂ. 30 લાખ), કોમલ જંજદ (રૂ. 10 લાખ), પૂનમ ખેમનાર (રૂ. 10 લાખ), પ્રીતિ બોસ (રૂ. 30 લાખ), સહના પવાર (રૂ. 10 લાખ), દેવિકા વૈદ્ય (રૂ. 30 લાખ), શબનીમ ઇસ્માઇલ (રૂ. 40 લાખ), શિવાલી શિંદે (રૂ. 20 લાખ) સિમરન શેખ (રૂ. 10 લાખ) લાખ રૂપિયા).