વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝનની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. મુંબઈની કમાન અનુભવી હરમનપ્રીત કૌરના હાથમાં છે. તે ભારતીય ટીમની કેપ્ટન પણ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ગુજરાતનું નેતૃત્વ કરી રહી છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આજથી શરૂઆત, 23 દિવસમાં 22 મેચ
ઉલ્લેખનીય છે કે, વિમેન્સ પ્રીમિયર લીગ આજથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે છે. આ ટુર્નામેન્ટમાં 23 દિવસમાં કુલ 22 મેચો રમાવાની છે. જેમાં 20 લીગ મેચો રમાશે, જ્યારે એક એલિમિનેટર અને એક ફાઇનલ મેચ રમાશે. કુલ પાંચ ટીમો ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. તમામ મેચો મુંબઈના ડીવાય પાટિલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
કેટલી ટીમો ભાગ લઈ રહી છે?
વિમેન્સ પ્રીમિયર લીગમાં કુલ પાંચ ટીમો છે, જેઓ ખિતાબ માટે મેદાનમાં ઉતરશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
ગુજરાત જાયન્ટ્સ (GG)
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
દિલ્હી કેપિટલ્સ (DC)
યુપી વોરિયર્સ (UPW)