ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

International Women’s Day: ભારતના એવા રાજ્યો જ્યાં ચાલે છે મહિલાઓનું શાસન,પરણીને દીકરી નહીં દીકરો સાસરિયે જાય, ઘરના બધા કામ પણ કરે

Text To Speech

International Women’s Day: ભારતમાં પ્રાચીન કાળથી જ પિતૃસત્તાક એટલે કે પુરુષોના નિયમોની વ્યવસ્થા ચાલી આવે છે. જ્યાં દેશના દરેક ભાગમાં પુરુષોનું ચાલે છે. એટલે કે ઘરના કામ મહિલાઓ સંભાળે છે અને પુરુષો બહાર જઈને કામ કરે છે. પણ દેશના બે રાજ્ય એવા છે, જ્યાં મહિલાઓનું રાજ ચાલે છે એટલે કે મહિલાઓ પુરુષની માફક રહે છે.

ભારતના બે પૂર્વોત્તર રાજ્યો મેઘાલય અને આસામમાં મહિલાઓનું રાજ ચાલે છે. એટલે કે અહીં ખાસી જનજાતિમાં મહિલાઓનું વર્ચસ્વ, પુરુષોથી પણ વધારે છે.

અહીં ખાસી જનજાતિની ખાસિયત એ છે કે, પુરુષોની જગ્યાએ મહિલાઓની અહીં પૂજા થાય છે અને ઈજ્જત આપવામાં આવે છે. કહેવાય છે કે આ જનજાતિમાં મહિલાઓનું રાજ ચાલે છે અને મહિલાઓના દરેક મતને મહત્ત્વ આપવામાં આવે છે.

આ ખાસિ જનજાતિ ભારત દેશ ઉપરાંત બાંગ્લાદેશમાં ખાસી જનજાતિનો રંગ જોવા મળે છે. કહેવાય છે કે, આ જનજાતિમાં છોકરાના જન્મમાં જેટલો ઉત્સાહ જોવા મળતો નથી, તેટલો ઉત્સાહ છોકરીના જન્મ પર જોવા મળે છે. તેમાં પરિવારના મુખ્ય વડા મહિલાઓ હોય છે.

અહીં વિદાયના નિયમ પણ ખૂબ જ અલગ હોય છે. અહીં છોકરાઓ પરણીને વિદાય થઈને આવે છે અને સાસરિયામાં ઘરના બધા કામ પણ કરે છે.

લગ્ન બાદ મોટા ભાગે છોકરીઓ પોતાની સરનેમ બદલે છે, પણ ખાસી જનજાતિમાં લગ્ન બાદ છોકરા પોતાની સરનેમ બદલે છે. બાળકોના નામમાં માતાની સરનેમ લાગે છે.

આ પણ વાંચો: વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી કેટલી વધી છે, કેવા પડકારો આવી રહ્યા છે?

Back to top button