Women’s Day Special: મહિલા ઉદ્યોગકારોને સશક્ત બનાવાશે, નવી પહેલનો પ્રારંભ

નવી દિલ્હી, 8 માર્ચઃ સરકારી થિંક ટેન્ક (વૈચારિક સંસ્થા) એસએમઇ ફોરમે સમગ્ર દેશમાં મહિલા ઉદ્યોગકારોને સશક્ત બનાવવા માટે એક સંયુક્ત પહેલ પર ‘A million women arise’ની શરૂઆત કરવાની ઘોષણા કરી છે, સૂક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઇ) મંત્રલયના ડિરેક્ટર અંકિતા પાંડેએ આ પહેલની સૂઆત કરતા જણાવ્યું હતુ કે મહિલાઓની માલિકી વાળા ઉદ્યોગોની હિસ્સેદારી ભારતના છ કરોડ રજિસ્ટર્ડ એમએસએમઇમાં 35 ટકા છે. તેમ છતા મહિલાઓને સ્ત્રી-પુરુષના ભેદભાવ સાથે જોડાયેલા પૂર્વગ્રહો અને બજારોસુધી સીમિત પહોંચ જેવા પડકારોનો સામનો કરવો પડે છે.
ભેદભાવનું અંતર ઓછુ કરાશે
એમએસએમઇ મંત્રાલય સંગઠિત ક્ષેત્રના વિસ્તાર, સલાહ, ક્ષમતા નિર્માણ અને ઇ-કોમર્સ એકીકરણને પ્રોત્સાહન વાળી પહેલના માધ્યમથી મહિલા ઉદ્યોગકારો સાથે થનારા ભેદભાવ અને બજારો સુધી સીમિત પહોંચ જેવા પડકારોને ઓછો કરવા માટે પ્રતિબદ્ધ છે.
બનશે એક સુસંગત સિસ્ટમ
નીતિ આયોગના મુખ્ય આર્થિક સલાહકાર અન્ના રોય અને મહિલા સાહસિકતા પ્લેટફોર્મ (WEP)ના મિશન ડિરેક્ટરે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ એક જાહેર-ખાનગી ભાગીદારી છે જે મહિલા સાહસિકોને ટેકો આપવા માટે MSME સહિત મુખ્ય મંત્રાલયોને એકસાથે લાવે છે. હાલના કાર્યક્રમોને એકીકૃત કરીને અમારું લક્ષ્ય ફાઇનાન્સ, બજારો, અનુપાલન સહાય, કૌશલ્ય, માર્ગદર્શન અને નેટવર્કિંગમાં ઍક્સેસ દ્વારા સુસંગત સપોર્ટ સિસ્ટમ બનાવવાનું છે.
જ્ઞાનનો સહયોગ અને મદદ મળશે
ઇન્ડિયા SME ફોરમના પ્રેસિડન્ટ વિનોદ કુમારે જણાવ્યું હતું કે, “નીતિ આયોગ સાથેના આ સહયોગથી, અમે WEP પહેલને લાખો મહત્વાકાંક્ષી મહિલા ઉદ્યોગ સાહસિકો સુધી વિસ્તારવાનો, તેમને સફળ વ્યવસાયો બનાવવા માટે જરૂરી જ્ઞાન અને સમર્થન આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.
મહિલા સભ્યોને હવાઈ મુસાફરીમાં સુવિધા મળશે
ઈન્ડિયા એસએમઈ ફોરમે એમએસએમઈને વધુ સારા પ્રવાસ ઉકેલો પ્રદાન કરવા, તેમની વૃદ્ધિ અને ગતિશીલતાને શક્તિ આપવા માટે ઈન્ડિગો સાથે વ્યૂહાત્મક ભાગીદારી માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી તેઓને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવામાં મદદ મળી શકે તે માટે પ્લેટફોર્મ સભ્યોને વિશિષ્ટ મુસાફરી લાભો, કસ્ટમાઇઝ્ડ પર્ક્સ અને સરળ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જોવા મળશે આજે ઐતિહાસિક ક્ષણ: પહેલી વાર પીએમ મોદીની સુરક્ષા મહિલા પોલીસકર્મી સંભાળશે