ટ્રેન્ડિંગનેશનલ

MPમાં અધિકારીઓની સામે મહિલાઓએ અચાનક જ ઉતારી દીધા કપડાં, શું છે સમગ્ર મામલો?

  • મધ્યપ્રદેશના ગુનામાં લગ્નના દિવસે ચોરીના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપીનું પોલીસ કસ્ટડીમાં થયું હતું મૃત્યુ
  • પોલીસ કસ્ટડીમં મૃત્યુ થયા પછી પરિવાર કરી રહ્યો છે હોબાળો

ગુના, 16 જુલાઈ: મધ્યપ્રદેશના ગુનામાં લગ્નના દિવસે ચોરીના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુને લઈને પરિવારનો ગુસ્સો અટકી રહ્યો નથી. મૃતકના પરિવારની મહિલાઓએ ન્યાયની માંગણી સાથે મંગળવારે કલેક્ટર કચેરી પરિસરમાં હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ કચેરીમાં અધિકારીઓની સામે તેમના કપડાં પણ ઉતારી દીધા હતા. કોઈક રીતે તેઓને સમજાવવામાં આવ્યા અને પાછા મોકલવામાં આવ્યા છે. કલેકટર ડો.સતેન્દ્રસિંહે તેમને યોગ્ય તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

દેવાના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ પરિવારે મચાવ્યો હોબાળો

ગુના જિલ્લાની ઝાંગર ચોકી પોલીસે રવિવારે દેવા પારડી અને તેના કાકા ગંગારામ પારડીની ધરપકડ કરી હતી. તે જ દિવસે દેવાની જાન ગુના શહેરના ગોકુલ સિંહ ચક્કા જવાની હતી. પરિવારને રાત્રે દેવાના મૃત્યુની માહિતી મળી હતી. મહિલાઓને મીની ટ્રકમાં ભરીને જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. દેવાની કન્યાએ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કાકી સૂરજબાઈએ પોતાના શરીરને જ આગ લગાવી દીધી હતી. બીજા દિવસે સોમવારે પરિવારના સભ્યો ભોપાલમાં પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ પર અડગ હતા. તેઓ મેજિસ્ટ્રેટની પૂછપરછના આધારે સંમત થયા છે.

છાતીમાં દુખાવો થતા દેવાને લઈ ગયા હોસ્પિટલ

એડિશનલ એસપી માન સિંહ ઠાકુરનું કહેવું છે કે મ્યાના વિસ્તારના ભીદરા ગામમાં થયેલી ચોરીના સંબંધમાં પોલીસે પૂછપરછ માટે દેવા પારડી અને ગંગારામ પારડીની અટકાયત કરી હતી. રવિવારે સાંજે બંનેને ચોરીનો માલ રિકવર કરવા લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન દેવાને છાતીમાં દુખાવો થયો. તેને મ્યાના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં તેમની સારવાર 45 મિનિટ સુધી ચાલુ રહી. CPR પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. આપને જણાવી દઈએ કે દેવા પર 7 ગુના નોંધાયેલા છે. જ્યારે પોલીસ તેને લઈ ગઈ ત્યારે તે વરરાજાના વેશમાં હતો અને તેનો વરઘોડો નીકળવાનો હતો.

આ પણ વાંચો: સાહિત્ય પ્રેમી ચોર : ખબર પડી કે એક પ્રખ્યાત લેખકનું ઘર છે, તો માફી માંગી સામાન પરત મુક્યો..!

Back to top button