મહિલાઓ થાકને નજરઅંદાજ ન કરે, આ કારણો પણ હોઈ શકે જવાબદાર
- મહિલાઓ કામ માટે થઈને પોતાની હેલ્થ પર ઓછું ધ્યાન આપે છે. જો મહિલાઓ થાકને નજરઅંદાજ કરે તો અનેક તકલીફો થઈ શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ દરેક વ્યક્તિની લાઈફ અને તેનું રૂટિન અલગ અલગ હોય છે. મહિલાઓની વાત કરીએ તો તેમના પર ઘણી બધી જવાબદારીઓ હોય છે, તેથી તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી, આ કારણે તેમના શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. સાથે જ શહેરનું વ્યસ્ત જીવન, પ્રદૂષિત હવા અને ભેળસેળવાળો ખોરાક પણ રોગોનું કારણ બની રહ્યું છે. ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેઓ ખૂબ જ ઝડપથી થાક અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ વારંવાર થાક અને નબળાઇની ફરિયાદ કરો છો, તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે.
ઊંઘ
પુરતી ઊંઘ ન મળવાથી મહિલાઓેને થાક પણ લાગી શકે છે. આ સિવાય નબળી ગુણવત્તાવાળી ઊંઘ અથવા સ્લીપ એપનિયા થાકનું કારણ બની શકે છે.
લાઈફસ્ટાઈલ
દરેક વ્યક્તિનું જીવન અલગ છે. વ્યસ્ત જીવનશૈલીમાં મહિલાઓ ઘણીવાર થાક અનુભવે છે. આ ઉપરાંત અનહેલ્ધી ડાયેટ, એક્સર્સાઈઝની કમી કે ગતિહીન લાઈફસ્ટાઈલ પણ થાકનું કારણ બની શકે છે.
સ્ટ્રેસ
ડિપ્રેશન અથવા અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાકનું કારણ બની શકે છે. તણાવનો સામનો કરવા માટે દરરોજ ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે.
હોર્મોનલ ચેન્જ
થાકના ઘણા કારણો છે. ગર્ભાવસ્થા, પીરિયડ, મેનોપોઝ પણ થાકનું કારણ બની શકે છે.
ડાયેટ અને ડિહાઈડ્રેશન
દિવસ દરમિયાન પૂરતો ખોરાક ન ખાવાથી અને પૂરતું પાણી ન પીવાથી તમને થાક લાગે છે. કારણ કે ખોરાક વિના શરીરમાં પોષક તત્વોની ઉણપની સમસ્યા થઈ શકે છે.
થાઈરોઈડ
જો તમને વધુ પડતો થાક લાગે છે તો થાઇરોઇડની તકલીફ હોઈ શકે છે. હેલ્થ ચેકઅપ કરાવો.
આયરનની ઉણપ
જો કોઈ સ્ત્રીમાં આયરનની ઉણપ હોય, તો તે થાક અનુભવે છે. આવી સ્થિતિમાં આયરનથી ભરપૂર વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચોઃ બાળકોના ઉછેર માટે કેમ બેસ્ટ છે પાંડા પેરેન્ટિંગ? શું છે તેના ફાયદા?
આ પણ વાંચોઃ ભારતની આ જગ્યાએ મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ, આકાશ દેખાય છે રંગબેરંગી
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ