ગુજરાતચૂંટણી 2022

WOMEN POWER BJP: પહેલા ફેઝમાં BJPની નવ મહિલા ઉમેદવાર મેદાનમાં, કોઇનો અભ્યાસ 10 સુધી, તો કોઇ કરોડોની સંપત્તિનું માલિક

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓનુ પહેલા તબક્કાનુ મતદાન 1 ડિસેમ્બરના રોજ છે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પુરી થઇ ચુકી છે. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠક પર મતદાન થવાનુ છે. આ બધાની વચ્ચે પહેલા તબક્કામાં ભાજપે નવ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. આ ‘વુમન પાવર’ના અભ્યાસ,સપંતિ અને લોકપ્રિયતા પર એક નજર કરીએ.

સંગિતા પાટીલ
તેઓ લિંબાયત વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર છે. તેઓ બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. ત્રીજી વખત ધારાસભ્ય બનવા માટે કિસ્મત અજમાવી રહ્યા છે. તેમણે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની કુલ સંપતિ 99.67 લાખ રૂપિયા છે. તેમની દર વર્ષની કમાણી 13 લાખ રૂપિયા છે. તેઓ ખુદને સમાજસેવિકા ગણાવે છે. તેમની પાસે રોકડ માત્ર એક લાખ રૂપિયા છે. સોના-ચાંદીના દાગીના રૂ. 4.36 લાખની કિંમતના છે.

રિવાબા જાડેજા
તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. પાર્ટીએ આ વખતે પહેલીવાર તેમને જામનગર ઉત્તર બેઠક પરથી ચુંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની કુલ સંપતિ 62.35 લાખ રૂપિયા છે. તેમની દર વર્ષની કમાણી 6.20 લાખ રૂપિયા છે. તેમની પાસે 4.70 લાખ રૂપિયા રોકડ છે.તેમનો વ્યવસાય સમાજ સેવા છે. તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેમની પાસે હાલમાં કોઇ ગાડી પણ નથી.

ડોક્ટર દર્શિતા શાહ
ડોક્ટર દર્શિતા શાહને ભાજપાએ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. પેથોલોજીમાં એમડીની ડિગ્રી મેળવનારા દર્શિતા શાહ રાજકોટના નગર સેવક છે. જોકે તેમની સંપતિ 5.43 કરોડ છે. એટલુ જ નહીં તેમની દર વર્ષની કમાણી 43.99 લાખ રૂપિયા છે. તેમની પાસે 27 લાખ રૂપિયા રોકડ છે. તેમની પાસે 20 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના છે.

ગીતાબા જાડેજા
તેમને ભાજપે ગોંડલ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. તેઓ ધોરણ 10 સુધી ભણ્યા છે. તેઓ પોતે ખેડુત છે. તેમની કુલ સંપતિ 3.61 કરોડ રૂપિયા છે. તેમની દર વર્ષની કમાણી 11.8 લાખ રૂપિયા છે. તેમની પાસે રોકડ રકમ 1.80 લાખ રૂપિયા છે. તેમની પાસે સાડા દસ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના છે.

માલતી મહેશ્વરી
તેઓ ગાંધીધામ વિધાનસભા બેઠક પરથી ચુંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેઓ વેપારી છે અને લોજિસ્ટિકના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેમની કુલ સંપતિ 45.73 લાખ રૂપિયા છે. જ્યારે દર વર્ષની કમાણી 11.8 લાખ રૂપિયા છે. તેમની પાસે રોકડ રકમ 1.80 લાખ રૂપિયા છે. તેમણે ગ્રેજ્યુએટ સુધી નો અભ્યાસ કર્યો છે.

દર્શના દેશમુખ
તેમને ભારતીય જનતા પાર્ટીએ નાંદોડ સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ગાયનેક છે. તેમની કુલ સંપતિ 3.67 કરોડ રૂપિયા છે. તેમની વાર્ષિક કમાણી 8.52 લાખ રૂપિયા છે. તેમની પાસે રોકડ રકમ માત્ર 50000 રૂપિયા છે. તેમની પાસેના સોના-ચાંદીના દાગીનાની કિંમત 10.30 લાખ રૂપિયા છે.

ઢેલીબેન ઓડેદરા
તેમને કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી છે. તેઓ દસમા ધોરણ સુધી ભણ્યા છે અને તેમનો વ્યવસાય ખેતી છે. તેમની કુલ સંપતિ 3.27 કરોડ રૂપિયા છે. તેમની વાર્ષિક કમાણી 26.71 લાખ રુપિયા છે. તેમની પાસે પાંચ લાખ રૂપિયા રોકડ રકમ છે. આ ઉપરાંત તેમની પાસે અડધો કિલો સોના-ચાંદીના દાગીના છે.

ભાનુબેન બાબરિયા
તેમને ભાજપે રાજકોટ ગ્રામીણ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો અભ્યાસ ગ્રેજ્યુએટ સુધીનો છે. તેઓ કોર્પોરેટર છે. તેમની કુલ સંપતિ 40.90 લાખ રૂપિયા છે. તેમની વાર્ષિક કમાણી 4.90 લાખ રૂપિયા છે. તેમની પાસે માત્ર 27000 ની રોકડ છે, પરંતુ સોના-ચાંદીના દાગીના 25 લાખ સુધીના છે.

સેજલ પંડ્યા
ભાવનગર શહેર પ્રમુખના પત્ની સેજલબેન પંડ્યાને ભાવનગર પુર્વ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ ગ્રેજ્યુએટ છે અને કોચિંગ ક્લાસ ચલાવે છે. તેમની કુલ સંપતિ 14.89 લાખ રૂપિયા છે. તેમની વાર્ષિક કમાણીનો ઉલ્લેખ નથી, પરંતુ તેમની પાસે 85,000 રૂપિયાની રોકડ છે. તેમની પાસે 11.35 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના છે.

આ પણ વાંચો ચૂંટણી પંચના નવતર અભિગમથી ‘ફર્સ્ટટાઈમ વૉટર‘ની સંખ્યામાં થયો વધારો

પહેલા તબક્કાનુ વોટિંગ 1 ડિસેમ્બરે
ગુજરાત વિધાનસભા ચુંટણીઓમાં પહેલા તબક્કાની નામાંકન પ્રક્રિયા પુર્ણ થઇ ચુકી છે. બીજા તબક્કા માટેની આ પ્રક્રિયાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. રાજ્યમાં પહેલા તબક્કાનુ વોટિંગ 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનુ વોટિંગ 5 ડિસેમ્બરે થશે. મતગણતરી 8 ડિસેમ્બરે યોજાશે. એજ દિવસે રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

Back to top button