ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ભારત-પાકિસ્તાનની મેચ પહેલા મહાકુંભમાં વિશેષ આરતી, ટીમ ઈંડિયાની જીત માટે પૂજા થઈ

Text To Speech

પ્રયાગરાજ, 23 ફેબ્રુઆરી 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 5મી મેચ રવિવારે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે. આ મેચને લઈને ભારત અને પાકિસ્તાનની સાથે બાકીના દેશોના ફેન્સ પણ ઉત્સાહિત છે. આ દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે મહાકુંભમાં મહિલાઓએ વિશેષ આરતી અને પૂજા અર્ચના કરી હતી.

દુબઈમાં 23 ફેબ્રુઆરીના રોજ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ઈંડિયામાં પણ ક્રિકેટ ફેન્સ ઉત્સાહિત છે. અહીં ઉલ્લેખનિય છે કે, આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈંડિયા એક જ મેચ રમી છે. ટીમ ઈંડિયાએ પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી અને જેમાં ભારતની 6 વિકેટે જીતી થઈ હતી. તો વળી પાકિસ્તાન પોતાની પહેલી મેચ હારીને આ બીજી મેચ રમવા જઈ રહ્યું છે. ભારત વિરુદ્ધ એક હાર પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરી શકે છે.

ક્રિકેટના ચાહકો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, તે આજે ઘડી આવી ગઈ છે. ભારત પાકિસ્તાનની વચ્ચે બસ હવે થોડી કલાકોમાં શરુ થવા જઈ રહી છે. આ મેચ રવિવારે બપોરે 2.30 કલાકે શરુ થઈ જશે. ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબની દ્રષ્ટિથી આ મેચ ખૂબ જ મહત્વની છે. કારણ બંને દેશોમાં જે પણ હારશે, તેને સેમીફાઈનલમાં પહોંચવામાં આંખે અંધારા આવી જશે.

દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માટે ભારતની દ્રષ્ટિથી એક વસ્તુ સારી છે. આ મેદાન પર બે વાર ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ વન ડે ફોર્મેટ રમી છે. બંને વાર ભારતીય ટીમ જીતી છે.

આ પણ વાંચો: IND vs PAK: ફ્રીમાં અહીં જોઈ શકશો ભારત-પાકિસ્તાનની આજની મેચ, દુબઈનું ગ્રાઉન્ડ ભારત માટે લકી

Back to top button