ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

આણંદમાં કલેકટરની કેબિનમાં સ્પાય કેમેરો લગાવવા મુદે મોટા ખુલાસા, 3 લોકોની ધરપકડ

Text To Speech

આણંદમાં કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરો લગાવનારા અધિકારીઓ અને તેના મળતિયા પોલીસના સકંજામાં આવ્યા છે. ગુજરાત ATS ફરિયાદી બન્યું અને સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.

આણંદ જીલ્લાના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવીના વાયરલ થયેલા બિભત્સ વીડિયો બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. કલેક્ટર ઓફિસમાં કેમેરો કોણે લગાવ્યો એ મામલે તપાસ કરતા ત્રણ નામ બહાર આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કાવતરાના ભાગરૂપે કેતકીબેન વ્યાસ અને જયેશભાઈ પટેલે કલેક્ટરની ઓફિસમાં ગુપ્ત કેમેરા ગોઠવ્યા. ત્યારબાદ, એક યુવતીને મોકલીને કલેક્ટરને પ્રેમજાળમાં ફસાવી વીડિયો રેકોર્ડ કરી, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી જમીનના કેસોની ફાઈલો ક્લીયર કરાવી મળતી રકમને સરખે ભાગે વહેંચી લેવાનો પ્લાન હતો. જેના ભાગરૂપે જયેશભાઈ પટેલે તેમના મિત્ર હરીશ ચાવડા મારફતે ત્રણ સ્પાય કેમેરા ઈન્ટરનેટ પર સર્ચ કરી ઓનલાઈન મંગાવેલા અને ડિજિટલ પેમેન્ટ માધ્યમથી ખરીદી કરી હતી. જયેશભાઈ પટેલ અને હરીશ ચાવડા દ્વારા એક મહિલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માધ્યમથી હનીટ્રેપ કરવાનું ષડયંત્ર રચી તેના ભાગરૂપે અલગ-અલગ દિવસે મહિલાને મોકલી કલેક્ટરની ઓફિસ અને એન્ટી ચેમ્બરમાં કેમેરા લગાવી રેકોર્ડિંગ કર્યું હતું. મહિલા અને કલેક્ટરનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

રેકોર્ડ઼ કરેલા વીડિયોના આધારે કલેક્ટરને આર્થિક લાભ મેળવવા માટે કેટલીક ફાઈલો ક્લીયર કરવા જણાવ્યું હતું. આરોપીઓએ જે યુવતીને મોકલી હતી તે યુવતીએ કલેક્ટરની વિરુદ્ધમાં રેપની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.પરંતુ, કલેક્ટરે કામ કરી આપવાનો ઈનકાર કરતા પેનડ્રાઈવથી વીડિયો શેર કરી વાયરલ કરી દીધો હતો. એ પછી આ કેસની તપાસ આણંદ LCBને સોંપવામાં આવી હતી.

Back to top button