ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષસંવાદનો હેલ્લારો

મહિલા રેલવે કર્મચારીઓના આત્મવિશ્વાસને “મહિલા સશક્તિકરણ” કાર્યક્રમે નવી દિશા આપી

ભાવનગર, 8 માર્ચ, 2025: ભાવનગર રેલવે ડિવિઝનના નેજા હેઠળ આયોજિત “મહિલા સશક્તિકરણ” કાર્યક્રમે મહિલા રેલવે કર્મચારીઓના આત્મવિશ્વાસને નવી દિશા આપી છે. International women’s Day નિમિત્તે ગયા વર્ષે અર્થાત 2024માં પણ ભાવનગર ડિવિઝનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું.

“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓના સન્માન માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ગત ગુરુવારે છઠ્ઠી માર્ચે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025” નિમિત્તે “મહિલા સશક્તિકરણ” સંબંધિત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન એસ્ટાબ્લિશમેન્ટ વિભાગની કલ્યાણ ટીમ દ્વારા વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી બાબુ અગસ્ટીનના નેતૃત્વ હેઠળ અને કર્મચારી હિત નિધિ (SBF) – ભાવનગર મંડળથી તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

મહિલા દિવસ ભાવનગર રેલવે ડિવિઝન - - HDNews
મહિલા દિવસ ભાવનગર રેલવે ડિવિઝન – – HDNews

કાર્યક્રમની શરૂઆત ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર અને તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે “માનસિક સ્વાસ્થ્ય” વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. જીનાલી મોદી (સાયકોલોજિસ્ટ, અને ડાયેટ એન્ડ ન્યુટ્રીશન એક્સપર્ટ) એ “સ્ટ્રોંગ માઇન્ડ્સ, સ્ટ્રોંગ વુમન” વિષય પર ખૂબ જ અનુભવી વક્તવ્ય આપ્યું હતું, જેણે મહિલા કર્મચારીઓને તેમની વિચારસરણી વધારવાની સોનેરી તક પૂરી પાડી હતી અને તેમના આત્મવિશ્વાસને નવી દિશા આપી હતી. બ્રહ્મા કુમારીઝ, ભાવનગર દ્વારા “સુહાના સફર” થીમ પર સુંદર પ્રેરક પ્રસ્તુતિ અને સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. શહેરના “સુર સાધના ગ્રુપ” ભાવનગર દ્વારા મહિલા ઉત્થાન અને પ્રેરક સંબંધિત ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર દ્વારા પ્રાસંગિક પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું.

મહિલા દિવસ ભાવનગર રેલવે ડિવિઝન - - HDNews
મહિલા દિવસ ભાવનગર રેલવે ડિવિઝન – – HDNews

આ પ્રસંગે ભાવનગર ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને મંડળ કચેરીમાં ફરજ બજાવતાં મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ડિવિઝન પર કામ કરતી મહિલા અધિકારીઓ, વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર ડિવિઝનની અધ્યક્ષા શ્રીમતી સંતોષી જી અને શ્રીમતી મોનિકા શર્મા, ઉપાધ્યક્ષા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર ડિવિઝન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ દક્ષિણના દ્વારકાના નામથી પ્રસિદ્ધ છે તમિલનાડુનું આ મંદિર, જાણો હોળીમાં કેવો હોય છે માહોલ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button