ગુજરાતચૂંટણી 2022

ગુજરાતના રાજકારણમાં મહિલાઓનો દબદબો : એકલા ભાજપની 14માંથી 13 ઉમેદવારોની જીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બમ્પર જીત નોંધાવી છે. મહિલા ભાગીદારીની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો માટે કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને માત્ર 139 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી, જેમાંથી 56 અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી હતી. જ્યારે તેમાંથી માત્ર આડત્રીસ જ ત્રણ મુખ્ય રાજકીય પક્ષો AAP, BJP અને કોંગ્રેસના પક્ષથી લડી રહી હતી. જે પૈકી કુલ 14 મહિલા ઉમેદવાર જીતી હતી જેમાંથી 13 તો એકલા ભારતીય જનતા પાર્ટીની છે. હવે આ નવા ધારાસભ્યોની વાત કરીએ તો એ નીચે મુજબ છે.

નરોડા બેઠક

ડો.પાયલ કુકરાણી નરોડા બેઠક પરથી 80,000 મતથી જીત હાંસલ કરી, ડો.પાયલ કુકરાણી ભાજપના સભ્ય મનોજ કુકરાણીના પુત્રી છે. મનોજ કુકરાણીને 2002નાં રમખાણોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને આજીવન કેદની સજા કરવામાં હતી. હવે તેમના દિકરી ડો.પાયલ કુકરાણી નરોડા બેઠક જંગી જીત નોંધાવી છે.

ઠક્કરબાપા નગર બેઠક

ભાજપના કંચનબેન રાદડિયા ઠક્કરબાપા નગર બેઠક પરથી 62,280 મતથી જંગી સરસાઇ નોંધાવી છે.

અસારવા બેઠક

દર્શના વાઘેલા અસારવા બેઠક પરથી 54,000 મતથી વિજય. કોંગ્રેસના વિપુલ પરમારની હાર તેમણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે.

રાજકોટ પશ્ચિમ બેઠક

ડો. દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર દિનેશકુમારને હાર ચખાડી છે

રાજકોટ ગ્રામ્ય બેઠક

ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી 49,659 મતથી જીત નોંધાવી હતી. કોંગ્રેસે સુરેશભાઇ બથવારને હરાવ્યા છે.

bhanuben babriya File Image-Hum Dekhenge
bhanuben babriya File Image-Hum Dekhenge

ગોંડલ બેઠક

ગીતાબા જાડેજા ગોંડલ બેઠક પરથી 43,313 મતથી જીત નોંધાવી છે. કોગ્રેસના યતિશભાઇ દેસાઇને હરાવ્યા છે

Gitaba Jadeja File Image-Hum Dekhenge
Gitaba Jadeja File Image-Hum Dekhenge

મોરવાહડફ બેઠકનિમિષા સુથાર મોરવાહડફ બેઠક પરથી 30,000 મતથી જીત નોંધાવી છે. મોરવાહડફ બેઠક પર કોંગ્રેસે પણ મહિલા ઉમેદવાર હરીફ બનાવ્યા હતા, સ્નેહલતાબેન ગોવિંદભાઈ ખાંટને હરાવી નિમિષા સુથાર હાંસલ કરી હતી.

જામનગર ઉત્તર બેઠક

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાની જીત થઈ છે. જાડેજા સામે જાડેજા બેઠકમાં કોંગ્રેસના બિપેન્દ્ર સિંહ જાડેજાની હાર થઇ હતી ,રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી 18,914 મતથી જીત નોંધાવી છે.

ભાવનગર પૂર્વ બેઠક

ભાજપ ઉમેદવાર સેજલ પંડ્યાનો દબદબો રહ્યો હતો, વધુ એક વખત ભાજપના વિજય પતાકા લહેરાયા છે. તેને કોંગ્રેસના ઉમેદવાર બળદેવ સોલંકીને કારમી હાર આપી છે,સેજલ પંડ્યા ભાવનગર પૂર્વ બેઠક પરથી 62,800 મતથી જીત નોંધાવી છે.

વડોદરા સિટી બેઠક

વડોદરા શહેરમાંથી ભાજપે આ વખતે મનીષાબેન રાજીવભાઈ વકીલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે મનીષા વકીલે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. મનિષા વકીલ વડોદરા સિટી બેઠક પરથી 130,705 મતથી જીત નોંધાવી છે

નાંદોદ બેઠક

ડો. દર્શના વસાવા નાંદોદ બેઠક પરથી 28,202 મતથી જીત નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર હરેશ વસાવાને હરાવી ડો. દર્શના વસાવા નાંદોદ બેઠક જીતની સરસાઈ હાંસલ કરી હતી.

લિંબાયત બેઠક

સંગીતા પાટીલ લિંબાયત બેઠક પરથી 89,000 મતથી જીત નોંધાવી છે. કોંગ્રેસે ગોપાલ પાટીલને ટિકિટ આપી હતી જેમા સંગીતા પાટીલ ટક્કર આપી જીત હાંસલ કરી હતી.

વાવ બેઠક

ભાજપની મહિલાઓ સામે કોગ્રસના એક માત્ર મહિલા ગેની ઠાકોર વાવ બેઠક પરથી 15,280 મતથી જીત નોંધાવી છે.

Back to top button