ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલના PA વિભવને મહિલા પંચે સ્વાતિ માલિવાલ કેસ બાબતે ફટકારી નોટિસ

નવી દિલ્હી,16 મે: મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ પર કથિત હુમલાનો મામલો જોર પકડતો જોવા મળી રહ્યો છે. NCWએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને આવતીકાલે એટલે કે 17મી મેના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિભવ કુમાર પર દિલ્હીમાં સીએમ આવાસ પર AAP સાંસદ સ્વાતિ માલિવાલ પર હુમલો કરવાનો આરોપ છે. આ પહેલા ભાજપે વિભવ કુમારના કેજરીવાલ સાથે સંડોવણી હોવા પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.

રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએને નોટિસ પાઠવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વિભવે કુમારે સ્વાતિ માલિવાલ સાથે જોડાયેલા હુમલા કેસમાં હાજર થવું પડશે..

લખનૌમાં કેજરીવાલ સાથે જોવા મળ્યા વિભવ કુમાર  
આ પહેલા 14 મેના રોજ આમ આદમી પાર્ટી (AAP) એ વિભવ કુમાર દ્વારા સીએમ આવાસ પર માલિવાલ પર હુમલાની વાત સ્વીકારી હતી. ઉલ્લેખનીય આજે વિભવ કુમાર પણ લખનૌમાં અરવિંદ કેજરીવાલ સાથે જોવા મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે અહીં અખિલેશ યાદવ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન વિભવ કારમાં બેઠા હતા અને આખી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કારમાંથી બહાર આવ્યા ન હતા. બુધવારે રાત્રે પણ, વિભવ કુમાર લખનૌ એરપોર્ટ પર AAPના રાષ્ટ્રીય સંયોજક અને સંજય સિંહ સાથે જોવા મળ્યા હતા.

શું બન્યું હતું
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ દ્વારા સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોનો દાવો છે કે, CM હાઉસ ( મુખ્યમંત્રી નિવાસસ્થાન) ની અંદરથી દિલ્હી પોલીસને PCR કોલ કરવામાં આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ સ્વાતિ માલીવાલ તરીકે આપી હતી. દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે, સોમવારે સવારે 9 વાગ્યે દિલ્હીના CM હાઉસ ( મુખ્યમંત્રી નિવાસસ્થાન)ની અંદરથી દિલ્હી પોલીસને બે PCR કોલ કરવામાં આવ્યા હતા.

(વાંચો એ સમાચાર)

કેજરીવાલે તેમના પીએ દ્વારા મને માર ખવડાવ્યોઃ AAP સાંસદ સ્વાતિ માલિવાલનો આક્ષેપ

ફોન કરનારે જણાવ્યું કે તે સ્વાતિ માલીવાલ છે. તેણે CM હાઉસ (મુખ્યમંત્રી નિવાસસ્થાન)ની અંદર પોતાના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો મુખ્યમંત્રી કેજરીવાલના PA વિભવ કુમાર (અંગત સહાયક) પર લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસને કરવામાં આવેલ PCR કોલમાં કહેવામાં આવ્યું હતું કે, વિભવે મને માર માર્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે પરંતુ પોલીસ CM હાઉસ (મુખ્યમંત્રી નિવાસસ્થાન) ની અંદર જઈ શકતી નથી. આ માહિતી બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો સ્વાતિ ત્યાં મળી ન હતી. પ્રોટોકોલ મુજબ દિલ્હી પોલીસ CM હાઉસ ( મુખ્યમંત્રી નિવાસસ્થાન)ની અંદર જઈ શકતી નથી. પોલીસ PCR કોલની સત્યતા જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે દિલ્હી પોલીસનું કહેવું છે કે સ્વાતિ માલિવાલ સિવિલ લાઈન પોલીસ સ્ટેશન આવી હતી, તેણે ઘટના વિશે જણાવ્યું છે અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ. જોકે પોલીસનું કહેવું છે કે, સ્વાતિએ આ મામલે કોઈ લેખિત ફરિયાદ આપી નથી.

આ પણ વાંચો: તો ED મની લોન્ડરિંગ કેસમાં આરોપીની ધરપકડ કરી શકે નહીં: સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

Back to top button