ગુજરાત રાજ્યના નેતાઓ અવારનવાર કહેતા હોય છે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે જો કે લોકસભામાં મહિલા અને બાળ વિકાસમંત્રી તરફથી જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા તે ચોંકાવનારા છે જેના પરથી ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના નિવેદન પર સવાલ ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: સુરત: બેંકની ફેક એપ ઇન્સ્ટોલ કરાવી લાખોની છેતરપીંડી આચરી
POCSO કેસોમાં છેલ્લા ૮ વર્ષમાં ૩૯૮% નો વધારો ગુજરાતમાં થયો
લોકસભામાં રજૂ થયેલા આંકડા અનુસાર POCSO કેસોમાં છેલ્લા ૮ વર્ષમાં ૩૯૮% નો વધારો ગુજરાતમાં થયો છે જે ચિંતાજનક છે. તેનાથી પણ વધુ ચિંતાજનક એ છે કે આવા POCSOના કેસોમાં મોટાભાગની પીડિતાને ન્યાય અપાવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ નિવડયું હોવાનું સામે છે. ૨૦૧૪ થી ૨૦૨૧ સુધીમાં ગુજરાતમાં ૧૪,૫૨૨ POCSO ના કેસો નોંધાયા છે જેમાંથી માત્ર ૨૩૧ કેસોમાં ૨૬૭ આરોપીઓને સજા થઈ છે. રાજ્યમાં સગીરા પર દુષ્કર્મના કેસો વધતા કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયાએ ગૃહ વિભાગ પર ઉઠાવતા કહ્યું સબ સલામતના બણગા વચ્ચે ગુજરાતમાં સગીર બહેન દીકરીઓ સલામત નથી, સાથે જ આવા દુષ્કર્મના કેસોમાં આરોપીઓને સજા અપાવવામાં પણ પોલીસ તંત્ર અને ગૃહવિભાગ નિષ્ફળ નીવડ્યું છે. વધુમાં પ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયાએ POCSO ના કેસોને રોકવામાં તેમજ આરોપીઓને સજા આપવામાં નિષ્ફળતા બદલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: શિક્ષણાધિકારીની કચેરી દ્વારા “કારકિર્દીના પંથે” નામનો કાર્યક્રમ શરૂ કરાયો
છેલ્લા ૫ વર્ષમાં નોંધાયેલા POCSOના કેસો:
૨૦૧૭માં નોંધાયેલા ૧૬૯૭ કેસોમાં માત્ર ૧૭ આરોપીઓને સજા થઈ,
૨૦૧૮માં નોંધાયેલા ૨૧૫૪ કેસોમાં માત્ર ૩૬ આરોપીઓને સજા થઈ,
૨૦૧૯માં નોંધાયેલા ૨૨૫૩ કેસોમાં માત્ર ૮૯ આરોપીઓને સજા થઈ,
૨૦૨૦માં નોંધાયેલા ૨૩૪૫ કેસોમાં માત્ર ૨૭ આરોપીઓને સજા થઈ,
૨૦૨૧માં નોંધાયેલા ૨૪૪૩ કેસોમાં માત્ર ૭૯ આરોપીઓને સજા થઈ,
મહત્વનું છે કે રાજ્યમાં સગીર દીકરીઓની સલામતીમાં વધારો થાય તે માટે વર્ષ ૨૦૧૨થી POCSO એક્ટ બનાવવામાં આવ્યો હતો જો કે POCSO એક્ટ બનાવ્યા પછી પણ રાજ્યમાં સતત સગીરાઓ પર દુષ્કર્મના કેસો વધી રહ્યા છે જે ગૃહવિભાગ અને પોલીસતંત્ર માટે ચિંતાનો વિષય બન્યું છે.