ટ્રેન્ડિંગનેશનલ

પતિની કિડની 10 લાખમાં વેચી દીધી, રુપિયા લઈ રાતોરાત પત્ની બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ

હાવડા, 2 ફેબ્રુઆરી 2025: પશ્ચિમ બંગાળના હાવડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પતિને કિડની વેચવા પર મજબૂર કરી દીધો હતો. જ્યારે તેની કિડની 10 લાખ રુપિયામાં વેચાઈ ગઈ તો મહિલાએ આ પૈસા લઈ લીધા. કહેવા લાગી કે આ રુપિયા દીકરીના ભણતરમાં કામમાં લાગશે. બાદમાં અચાનક તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. જાણવા મળ્યું કે, મહિલા તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. લાચાર પતિએ મહિલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના હાવડા જિલ્લાના સંકરૈલની છે. અહીં એક પેન્ટરનું ઘર છે. પરિવારમાં તેની પત્ની અને એક 10 વર્ષની દીકરી છે. તેમની ઈન્કમ એટલી નહોતી કે તે દીકરીને ભણાવી શકે. એટલા માટે પત્નીએ પતિને કહ્યું કે, તે તારી કિડની વેચી દે. તેનાથી આપણી આર્થિક તકલીફો દૂર થઈ જશે. પતિએ કહ્યું કે, અત્યારે ભલે આપણી આવક એટલી ન હોય પછી પણ ધીમે ધીમે બધું ઠીક થઈ જશે.

જો કે, પત્ની વારંવાર પતિ પર પ્રેશર બનાવવા લાગી કે તું કિડની વેચી દે. કહેવા લાગી કે, તારુ કામ તો એક કિડનીથી પણ ચાલી જશે. પણ આપણી દીકરીનું ભવિષ્ય જો પૈસાના કારણે અટકી જશે તો તે તમારી ભૂલ હશે. તમે જ દીકરીનું ભવિષ્ય બગાડવા માટે જવાબદાર હશો. પતિ જાણતો હતો કે, પત્નીનું આની પાછળ શું ઈરાદો છે. જો કે દીકરીનું ભવિષ્ય જોતા તે માની ગયો.

બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ મહિલા

તેમણે એક મહિના સુધી કિડની ખરીદનારા લોકો શોધ્યા. એક મહિના બાદ 10 લાખ રુપિયામાં તેની કિડની વેચાઈ ગઈ. બંનેએ મળીને કિડની ખરીદનારા પાસે ગયા અને રુપિયા લઈ લીધા. ત્યાર બાદ પત્નીએ કહ્યું કે, આ રુપિયા મને આપી દો. હું સવારે જઈને બેન્કમાં રુપિયા જમા કરાવી દઈશ. યુવક માની ગયો. તેણે પત્નીને રુપિયા આપી દીધા. પણ પત્ની રાતોરાત ઘરેથી ભાગી ગઈ. થોડા દિવસ બાદ શુક્રવારે પતિને જ્યારે જાણવા મળ્યું કે, તેની પત્ની બૈરકપુરના સુભાષ કોલોનીમાં રવિદાસ નામના શખ્સ સાથે ભાગી ગઈ છે. આ શખ્સ બોયફ્રેન્ડના ઘરે ગયો અને પરિવાર સાથે પત્નીને લેવા પહોંચી ગયો.

ત્યારે મહિલાએ દરવાજો ખોલવાની ના પાડી અને કહ્યું કે, જે કરવું હોય તે કરી લે. હું છુટાછેડાના કાગળ મોકલાવી દઈશ. તેને પોતાની 10 વર્ષની દીકરી પર પણ દયા આવી નહીં. હવે પેન્ટરે રવિદાસ અને પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: પોતાને ગમતી સ્ત્રી માટે કંઈ પણ કરીશ, મહાકુંભમાં કપલનો એક ક્યુટ વીડિયો થયો વાયરલ

Back to top button