પ્રેમ સંબંધમાં પતિનું કાસળ કાઢ્યું: ગર્ભવતી પત્ની અને પ્રેમી સહિત પાંચની ધરપકડ

ઉત્તર પ્રદેશઃ 10 ઓક્ટોબર, 2025: UP Crime: પત્નીનો પ્રેમ જ્યારે જૂનૂન બની જાય, ત્યારે સંબંધોનું કેવું ખૂની પરિણામ આવે છે, તેનું એક ચોંકાવનારૂ ઉદાહરણ ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યું છે. અહીં એક પત્ની, અરસી ઉર્ફે પ્રાચીએ તેના પ્રેમી રિહાન સાથે મળીને તેના પતિ આસિફ ઉર્ફે ગુલ્લુની હત્યા કરાવી દીધી હતી. પોલીસની 48 કલાકની તપાસ બાદ આ સમગ્ર ખૂની ખેલનો પર્દાફાશ થયો છે, જેમાં મુખ્ય કાવતરાખોર પત્ની પોતે જ નીકળી છે.
પ્રેમમાં નડતા બનતા પતિને હટાવવાનું કાવતરું
મસૂરી વિસ્તારનો રહેવાસી આસિફ ઉર્ફે ગુલ્લુ એક સામાન્ય વ્યક્તિ હતો. પરંતુ માર્ચ 2024માં તે એક વિવાદમાં જેલમાં ગયો અને જ્યારે એપ્રિલ 2025માં જામીન પર બહાર આવ્યો, ત્યાં સુધીમાં તેની દુનિયા બદલાઈ ચૂકી હતી. આસિફની પત્ની અરસી ઉર્ફે પ્રાચીએ તેના જ મિત્ર અને ચિકનની દુકાન ચલાવતા રિહાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આસિફને પત્નીના બદલાયેલા વર્તન અને ફોનની છુપાવવાની આદત પર શંકા ગઈ અને તેણે પત્નીનો મોબાઈલ લઈ લીધો.
રિહાન સાથે રહેવાના સપના જોઈ રહેલી અરસીએ પ્રેમી રિહાનને કહ્યું કે જો તેમને સાથે રહેવું હોય તો આસિફને રસ્તામાંથી હટાવવો પડશે.
પ્લાન-A નિષ્ફળ, પ્લાન-Bમાં ગોળીઓ વરસાવી
આસિફને મારવા માટે અરસી અને રિહાને બે વાર પ્રયત્ન કર્યા:
- પ્રથમ પ્લાન: ઝેરથી અકસ્માત બતાવવો: રિહાને અરસીને નશીલી દવાઓ આપી, જેથી તે આસિફને ધીમે ધીમે આપીને મારી નાખે અને તે એક અકસ્માત જેવો લાગે. જોકે, આસિફ બચી ગયો.
- બીજો પ્લાન: 7 ઓક્ટોબરની રાત: પહેલો પ્રયાસ નિષ્ફળ જતાં, રિહાન અને અરસીએ ગોળી મારીને હત્યા કરવાની યોજના બનાવી.
હત્યાની ગોઝારી રાત
7 ઓક્ટોબર, 2025ની સાંજે 8:15 વાગ્યે અરસીએ પ્રેમી રિહાનને ફોન કરીને જાણ કરી કે, આસિફ સ્કૂટી લઈને નીકળી ગયો છે. રફીકાબાદ ફાટક પાસે, અંધારામાં છુપાયેલા પાંચ લોકો — રિહાન, બિલાલ, ઝીશાન, ઉવૈશ, ગુલફામ અને દાનિશ — તૈયાર હતા. આસિફ ફાટક પાસે પહોંચતા જ તેના પર તાબડતોબ ફાયરિંગ કરવામાં આવ્યું. ત્રણ ગોળી વાગવાથી આસિફનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
પોલીસ તપાસમાં ખૂલ્યું રહસ્ય
આસિફના ભાઈ ભૂરે ઉર્ફે અનવરની ફરિયાદના આધારે મસૂરી પોલીસે 48 કલાકમાં કેસ ઉકેલી નાખ્યો. મોબાઈલ કોલ ડિટેલ્સ તેમજ લોકેશનની તપાસમાં જાણવા મળ્યું કે, આ હત્યાની મુખ્ય કાવતરાખોર આસિફની પત્ની અરસી ઉર્ફે પ્રાચી જ હતી.
9 ઓક્ટોબરે પોલીસે મુખ્ય આરોપી રિહાન , બિલાલ, ઝીશાન, ઉવૈશ અને અરસી ઉર્ફે પ્રાચી (જેની બે મહિનાની ગર્ભવતી હોવાનું કહેવાય છે)ની ધરપકડ કરી. તેમની પાસેથી ત્રણ તમંચા અને જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. જોકે, અન્ય બે આરોપી ગુલફામ અને દાનિશ હજી ફરાર છે.
આરોપીનો ગુનાઇત ઇતિહાસ
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે, મુખ્ય આરોપી રિહાન વિરુદ્ધ પહેલાથી જ હત્યા અને હત્યાના પ્રયાસ સહિત ચાર ગુનાઈત કેસ નોંધાયેલા છે. જ્યારે ઉવૈશ પર પણ હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યો છે. આ પ્રેમ પ્રકરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલા તમામ કલાકારોનો અંત આખરે જેલના સળિયા પાછળ છે.
આ પણ વાંચોઃ Richa Ghosh: આફ્રિકન બોલરો પર છગ્ગાનો વરસાદ કરનાર યુવા ક્રિકેટર કોણ છે?
આ પણ વાંચોઃ બે ભાઈઓ સાથે લગ્ન કરનાર દુલ્હનનો પહેલો કરવાચોથ? એક પતિ વિદેશમાં તો બીજો ક્યાં? જાણો












