ટ્રેન્ડિંગયુટિલીટીવીડિયો સ્ટોરી

વાઘને દૂધ પીવડાવતી જોવા મળી મહિલા, ક્યારેય નહિ જોયું હોય આવું દૃશ્ય

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 9 સપ્ટેમ્બર :        સામાન્ય રીતે, લોકો સિંહ કે વાઘનું નામ સાંભળીને જ ડરી જાય છે, તેમની આસપાસ ભટકવાનુંતો દૂરની વાત છે. આવી સ્થિતિમાં, સામાન્ય રીતે ઘરોમાં બિલાડીઓને જે રીતે દૂધ પીવડાવવામાં આવે છે તે જ રીતે કોઈ વ્યક્તિ તેના ઘરમાં વાઘને દૂધ પીવડાવતું હોય તો આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. આ વાયરલ વીડિયોમાં તમને કંઈક આવું જ થતું જોવા મળશે. વૃદ્ધ મહિલા ખૂબ જ આરામથી વાઘને દૂધ પીવડાવે છે અને તેના પર તેના પર પ્રેમ વરસાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AmazingTaishun (@amazingtaishun)

વાઘને દૂધ પીવડાવતી સ્ત્રી

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં એક વિશાળકાય ફર ધરાવતો વાઘ જોવા મળી રહ્યો છે. તેની સાથે એક વૃદ્ધ મહિલા પણ છે, જે વાઘને કડાઈમાં રાખીને દૂધ પીવડાવી રહી છે. વાઘને દૂધ પીવડાવતી વખતે મહિલા પણ તેના પર પ્રેમ વરસાવી રહી છે. તે ટાઈગરના ચહેરાને વારંવાર ચુંબન કરે છે, જેમ આપણે આપણા બાળકને સ્નેહ કરીએ છીએ. ટાઇગરની પ્રતિક્રિયા જોઈને આશ્ચર્ય થાય છે. વાઘ પણ વૃદ્ધ મહિલાને પ્રેમથી ચુંબન કરે છે જાણે તે તેની માતા કે દાદી હોય.

લોકોએ ક્યૂટ ગણાવ્યો

લોકો વીડિયો પર ઘણી લાઈક્સ વરસાવી રહ્યા છે અને રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ ખૂબ જ ક્યૂટ વાઘનું બચ્ચું છે. તેની ખૂબ જ સારી રીતે દેખરેખ કરવામાં આવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘અમેઝિંગ.. આ ખરેખર ખૂબ જ સુંદર છે.’ જ્યારે એકે લખ્યું કે, ‘તે બિલાડીના બચ્ચાની જેમ વ્યવહાર કરી રહ્યો છે.’

આ પણ વાંચો : રાહુલ ગાંધી હવે પપ્પુ નથી રહ્યાઃ ઓવરસીઝ કોંગ્રેસના સામ પિત્રોડાનો દાવો

Back to top button