પડી ગયેલો મોબાઈલ ઉપાડવા મહિલા મેટ્રો ટ્રેક પર કૂદી પડી, આગળ શું થયું…
- ઈન્દિરાનગર મેટ્રો સ્ટેશન પર મહિલા તેનો મેટ્રો ટ્રેક પર પડી ગયેલો મોબાઈલ ફોન લેવા કંઈ જ વિચાર્યા વિના ટ્રેક પર કૂદી પડી, આગળ શું થયું?
બેંગલુરુ, 02 જાન્યુઆરી: બેંગલુરુ મેટ્રોની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક મહિલાનો મુસાફરી દરમિયાન મોબાઈલ ફોન મેટ્રો ટ્રેકમાં પડી ગયો હતો, પડી ગયેલો મોબાઈલ ફોનને લેવા મહિલાએ 750 KV મેટ્રો ટ્રેક પર કૂદી પડી હતી. આ ઘટના સોમવારે સાંજે 6:45 વાગ્યે ઈન્દિરાનગર મેટ્રો સ્ટેશન પર બની હતી. મહિલાને ટ્રેક પર જોઈને સુરક્ષાકર્મીઓએ તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી અને પાવર કટ કરવામાં આવ્યો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી છે.
15 મિનિટ સુધી મેટ્રો સેવા ખોરવાઈ ગઈ
આ ઘટનાના પરિણામે પર્પલ લાઇન પરની મેટ્રો સેવાઓ પીક અવર દરમિયાન 15 મિનિટ માટે ખોરવાઈ ગઈ હતી. બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) એ મંગળવારે જણાવ્યું હતું કે ઈન્દિરાનગર મેટ્રો સ્ટેશન પર બનેલી આ ઘટનામાં મહિલાનો મોબાઈલ ફોન મેટ્રો ટ્રેક પર પડી ગયો હતો. ત્યારે આ મહિલા પેસેન્જરે તેને લેવા માટે કંઈ જ વિચાર્યા વગર મેટ્રો ટ્રેક પર કૂદી પડી હતી. સદ્દનસીબે સુરક્ષા કર્મચારીનું ધ્યાન મહિલા પર પડતાં કર્મચારીએ તેની સલામતી માટે તરત જ કંટ્રોલ રુમને જાણ કરીને પાવર કટ કરાવ્યો હતો, પરંતુ ત્યાર બાદ 15 મિનિટ સુધી મેટ્રો સેવા ખોરવાઈ ગઈ હતી.
સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે ઉપકરણો રીસેટ કરવા પડ્યા
ટ્રેક પર પડેલો ફોન પાછો મેળવ્યા પછી મહિલા મુસાફર કોઈ અન્ય મુસાફરની મદદથી પ્લેટફોર્મ પર પાછી ફરી હતી. જોકે આ ઘટના બાદ BMRCL કર્મચારીઓને સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે ઉપકરણોને ફરીથી સેટ કરવા પડ્યા હતા હતા.
આ પણ વાંચો: મનોરંજન સાથે જાગૃતિઃ દિલ્હી પોલીસ મીમ યુઝર્સને આપી રહી છે મક્કમ ટક્કર