વર્ક ફ્રોમ કાર? મહિલા ગાડી ચલાવતાં ચલાવતાં લેપટોપ પર કામ કરતાં જોવા મળ્યાંઃ જુઓ વીડિયો


13 ફેબ્રુઆરી 2025: બેંગલુરુમાં એક મહિલા દ્વારા ગાડી ચલાવતી વખતે (વર્ક ફ્રોમ કાર) લેપટોપ પર કામ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસ એક્શનમાં આવી અને કાર્યવાહી કરતા તેના પર 1000 નો દંડ ફટકાર્યો છે. આ ઘટના આરટી નગર પોલીસ સ્ટેશનની સરહદમાં બની હતી. જ્યાં અધિકારીઓએ તેને ઓવરસ્પીડિંગ અને લાપરવાહીથી ગાડી ચલાવતા દોષિત ઠેરવી હતી.
“work from home not from car while driving” pic.twitter.com/QhTDoaw83R
— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025
લેપટોપ પર કામ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ બેંગલુરુ ટ્રાફિક પોલીસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. નોર્થ ટ્રાફિક ડેપ્યુટી કમિશનરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, “Work from home, not from car while driving” તેમણે પોસ્ટ સાથે મહિલાની તસવીર પણ શેર કરી છે, જે આ હરકત કરતા પકડાઈ હતી.
બેંગલુરુ, જેને ભારતની ટેક કેપિટલ કહેવાય છે. ઘણી વાર કારમાં કામ કરવા જેવી ઘટનાઓના કારણે ચર્ચામાં રહે છે, જેને પીક બેંગલુરુ મોમેન્ટ કહેવાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ મળી રહી છે.
એક યુઝરે લખ્યું કે, તે આઈટી કંપનીમાં કામ કરી રહી હશે. કદાચ 70 કલાક પુરા કરવાની ઉતાવળમાં હશે. આ ટિપ્પણીએ હાલમાં જ ઈંફોસિસના કો ફાઉંડર નારાયણ મૂર્તિના નિવેદન તરફ ઈશારો કર્યો છે. જેમાં તેમણે 70 કલાક કામ કરવાની પેરવી કરી હતી.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત શર્માએ મોટી ચેલેન્જ પાસ કરી લીધી, ગાંગુલીને પણ પાછળ રાખી દીધા