અમદાવાદગુજરાત

અમદાવાદમાં SG હાઈવે પર કાર ચાલકે એક્ટિવા પર જતાં દંપતીને અડફેટે લીધું, મહિલાનું મૃત્યુ

Text To Speech

અમદાવાદ, 5 ડિસેમ્બર 2023, શહેરમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ બાદ એકાએક એક્શનમાં આવેલી પોલીસે ઓવરસ્પીડ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ મુદ્દે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ હતું. થોડા સમય પુરતી ચાલેલી આ કાર્યવાહી બાદ હવે ફરીવાર હીટ એન્ડ રનની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં એસજી હાઈવે પર એક કાર ચાલકે એક્ટીવા પર જઈ રહેલાં દંપતીને અડફેટે લીધા હતાં. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હોવાની વિગતો મળી રહી છે.

પોલીસે ફરાર કારચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી પાસે એક દંપતી એક્ટિવા પર જઈ રહ્યું હતું. આ દરમિયાન પુરપાટ ઝડપથી આવી રહેલા એક કાર ચાલકે દંપતીને અડફેટે લીધું હતું. જેમાં દંપતી ફંગોળાઈને નીચે પડી ગયું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ દંપતીમાંથી મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને પુરૂષને ઈજા પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત દંપતીને ટક્કર મારીને ફરાર થયેલા કારચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

ગત ગુરૂવારે પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી
ગુરૂવારે રાત્રે અમદાવાદના હાથીજણ પાસે આવેલા પુષ્પક સિટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ પર પૂરપાટ ઝડપે જતી આઈસરે બાઈક સાથે બે યુવકનો અડફેટે લીધા હતા. જેમાં મોહમ્મદ ખાન ઝાકીર પઠાણ નામના શખ્સનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે કિશનસિંહ વાઘેલા નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.

આ પણ વાંચોઃસાંતલપુર હાઈવે પર ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો, રોડ પર વાહનોની કતારો લાગી

Back to top button